પાલનપુરમાં નિર્માણધિન બ્રિજ ધરાશાયી મામલે મોટો ખુલાસો થયો છે. મળતા અહેવાલ પ્રમાણે બ્રિજનું કામ બે વર્ષમાં પુરું ન થયં, વગ વાપરીને મુદત વધારી દેવાઈ, તો બીજી તરફ માર્ગ મકાન વિભાગે જ પુલ બનાવતી જી.પી.સી ઈન્ફ્રાસ્ટ્રકચરને ઉદારતા દાખવી હતી. કંપનીના રાજકીય સંબંધો પણ ખુલાસો થયો છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જી.પી. સી. ઈન્ફ્રાસ્ટ્રકચરના સાત ડિરેક્ટર અને ચાર એન્જિનિયર સામે ફરિયાદ

ગણેશભાઈ પરથીભાઇ ચૌધરી, ડાયરેક્ટર, GPC INFRASTRUCTURE LTD

પાર્થ ગણેશભાઈ ચૌધરી, ડાયરેક્ટર,GPC INFRASTRUCTURE LTD

દલજીભાઈ પરથીભાઇ ચૌધરી, GPC INFRASTRUCTURE LTD

મહેન્દ્ર ભાઈ ઘેમર ભાઈ ચૌધરી, ડાયરેક્ટર,GPC INFRASTRUCTURE LTD

વિપુલભાઈ દલજીભાઈ ચૌધરી, ડાયરેક્ટર, GPC INFRASTRUCTURE LTD

દલી બેન ગણેશભાઈ ચૌધરી, ડાયરેક્ટર,GPC INFRASTRUCTURE LTD

તખીબેન દલજીભાઈ ચૌધરી, ડાયરેક્ટર,GPC INFRASTRUCTURE LTD

જાલમાંરામ વણજારા, ટેસ્ટિંગ એન્જિનિયર, GPC INFRASTRUCTURE LTD

શનિભાઈ મેવાડા, સાઈડ એન્જિનિયર, GPC INFRASTRUCTURE LTD

હાર્દિક પરમાર, સાઈડ એન્જિનિયર, GPC INFRASTRUCTURE LTD

નમન મેવાડા, સાઈડ એન્જિનિયર, GPC INFRASTRUCTURE LTD

ત્રણ વર્ષ સુધી બ્લેકલિસ્ટેડ આ કંપનીને કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ સુધી બ્લેકલિસ્ટેડ આ કંપનીને કરવામાં આવી હતી. તંત્રને જાણ હોવા છત્તાં આ કંપનીને બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.ઓવરબ્રિજનું કામ કરી રહેલી GPC ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડના સાત ડિરેકટરો અને એન્જિનિયરો મળી 11 સામે નેશનલ હાઈવે પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા IPC 304 સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. 

દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે કડક તપાસના આદેશ આપ્યા છે. તેમણે માર્ગ બાંધકામ વિભાગના તમામ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને સંપૂર્ણ તપાસ કરીને રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે.