પાલનપુર તાલુકાના આકેસણ ગામે 20 વર્ષિય યુવતીને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. જેમને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં મોત થયું હતુ. પરિવારની એક જ દીકરીના અણધાર્યા નિધનથી શોક પ્રસરી ગયો હતો. આકેસણ ગામે વધુ એક યુવતીનું હ્રદયરોગના હુમલાથી મોત થયું છે.

આ અંગે આકેસણ ગામના પૂર્વ સરપંચ શાંતુભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ કે, ગામના ભૂમિકાબેન બાબુભાઇ મોર (ઉ.વ. 20) ખેતરમાં ઘાસચારો વાઢી રહ્યા હતા. ત્યારે અચાનક ચક્કર આવતાં ઢળી પડ્યા હતા. જ્યાંથી તેમના ભાઇ તાત્કાલિક પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા. જોકે, હ્દયરોગનો ગંભીર હુમલો હોઇ ભૂમિકાબેનનું મોત થયું હતુ. નાની ઉંમરે પરિવારની એક જ દીકરીનું અકાળે નિધન થતાં શોક પ્રસરી ગયો છે. ભૂમિકાબેનના પરિવારમાં માતા- પિતા અને એક ભાઇ છે.