DEESA // ડીસા ઉત્તર પોલીસે ચોરીના 4 બાઈકો સાથે બે શખસોને ઝડપી પાડી બાઈક ચોરીના ભેદ ઉકેલાયો..
ડીસા શહેર ઉત્તર પોલીસે દસ દિવસ થી લઇ દોઢ વર્ષના સમય ગાળા દરમિયાન ડીસા શહેર ના જુદા જુદા ચાર સ્થળોથી બાઇક ની ચોરી કરનાર બે શખ્સોને રૂપિયા એક લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરાયેલા ચાર બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..
ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના પીઆઇ વી.એમ. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના વ્હીલ સ્ક્વોડના પોલીસ જવાનો ગુરુવારે પેટ્રોલિંગમાં હતાં..
જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ ને બાતમી મળી હતી કે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ચોરાયેલ બાઇક સાથે અરવિંદ અણદાજી લુહાર ને ઝડપી લીધો હતો, પોલીસે અરવિંદ લુહાર ની કડક પુછપરછ કરતાં વધુ તેને ત્રણ બાઇક ચોરીની કબુલાત કરી હતી, અને બાઇક ખરીદનાર સુરેશભાઈ ઉર્ફે કોકી વિહાજી રાજપૂત (રહે. ઢીમા, તા. વાવ) ની પણ અટકાયત કરી હતી..
શહેર ઉત્તર પોલીસે ચાર બાઇક ચોરીનો ભેદ ઉકેલી બાઇકની ઉઠાંતરી કરનાર અરવિંદ અણદાજી લુહાર ( રહે.રામપુરા, ભોરોલ, તા.થરાદ ) અને બાઇક ખરીદનાર સુરેશભાઈ ઉર્ફે કોકી વિહાજી રાજપૂત (રહે ઢીમા, તા. વાવ) ની અટકાયત કરીને વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે, તેમ ડીસા શહેર ઉત્તર પીઆઈ વી.એમ. ચૌધરીએ જણાવ્યું હતું..
ઝડપાયેલા બાઇક
1. બાઇક નં. જીજે-08-બીસી- 3084
2. બાઇક નં. જીજે-08-બીએલ- 4297
3. બાઇક નં. જીજે-18-સીએચ- 4700
4. બાઇક (નંબર નથી )