નાના ગોરૈયા ગામની સીમમાં થયેલ અનડીટેક ખુન કેસને ગણતરીની કલાકોમાં ગુન્હો ડીટેક કરી આરોપીઓને પકડી પાડતી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, સૂચના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયાએ સુરેન્દ્રનગર જીલ્લામાં સતત કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે, તથા જીલ્લામાં શરીર સબંધી અનડીટેક ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા ઉદ્દેશથી જે અંગે એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.વી.ત્રિવેદીને સુચના આપેલ હોય

જે અન્વયે તા.25/10/2023ના રોજ પાટડી પો.સ્ટે. મુજબના ગુન્હા કામે મરણજનાર શાંતીલાલ બાબુલાલ દસલાણીયા જાતે.કડવા પટેલ ઉ.વ.58 રહે, નાના ગોરૈયા તા,પાટડી જી.સુરેન્દ્રનગર વાળો સડલા ગામની સીમમા આવેલ ખેતરે કોઇ અજાણ્યા ઇસમએ ગળેટુંપો આપી ખુન કરી નાશી ગયેલ હોય જે બાબતે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયાએ કરેલ સુચનાઓ મુજબ મે, જે.ડી.પુરોહીત નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડિવિઝન તથા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી, તથા એસ.ઓ.જી પોલીસ ઇન્સ. શ્રી એસ.એમ જાડેજા તથા એલ.સી.બી. જી.એસ.સ્વામી પો.રાબાઇના. તથા પાટડી પો.સ્ટે.ના પો.રાબ.ઇન્સ. એલ.બી.બગડા નાઓની અલગ અલગ ટીમો પોલીસ સ્ટાફ સાથેની બનાવી ગુનો ડીટેક કરવા સુચનાઓ કરેલ હોય જે અનવ્યે પાટડી પો.સ્ટે. વિસ્તારમા બનાવ સ્થળની વીજીટ લઇ તથા ગામમા પેટ્રોલીગ ફરી આ ગુનો ડીટેક કરવા ટેકનીકલ તથા હ્યુમનશોર્ષની મદદથી હકકીત મેળવેલ કે, આ કામના મરણજનાર શાંતીલાલ બાબુલાલ દલસાણીયાના દિકરા અમીતકુમાર તથા કલ્પેશ ઉર્ફે નિલેષ બંને જણાઓને શંકાનાઆધારે તથા ખાનગી બાતમીના આધારે રાઉન્ડઅપ કરી ગુન્હ કામે વિશ્ર્વાસમાં લઇ અવાર નવાર પુછ પરછ કરતા મજકુર ઇસમે ભાગી પડી કરેલ કરતુતોનો ખુલાસો કરી તેના પિતાનુ ખુન તેના કહેવાથી કલ્પેશ ઉર્ફે નિલેષભાઇ વસરામભાઇ જુહાભાઇ છનીયારા જાતે ઠાકોર ઉ.વ.25 ધંધો ખેત મજુરી રહે, ગામ, નાના ગોરૈયા રબારીવાસ તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળાએ શાંતીલાલ બાબુલાલ સડલાની સીમમા ખેતરે એકલા હતા તે દરમ્યાન કેબલ વાયરથી ગળેટુપો આપી ખુન કરી નાખેલ હોવાની કબુલાત કરેલ હોય બંને ઇસમોને હાલમાં ચાલતી મહામારી કોવીડ-19 ના કારણે હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી માટે પાટડી પો.સ્ટે.મા સોપવામાં આવેલ છે. બે શખ્સો પકડાયા છે, તેમાં અમીતકુમાર શાંતિલાલ દલસણીયા જાતે કડવા પટેલ ઉ.વ.29 ધંધો ડ્રાઇવર રહે. ગામ નાના ગોરૈયા રબારીવાસ તા.પાટડી તથા કલ્પેશ ઉર્ફે નિલેષભાઇ વસરામભાઇ જુહાભાઇ છનીયારા જાતે ઠાકોર ઉ.વ.25 ધંધો ખેત મજૂરી રહે. ગામ નાના ગોરૈયા રબારીવાસ તા.પાટડીનો સમાવેશ થાય છે.