છેલ્લા ઓગણીસ વર્ષથી કચ્છ પૂર્વ ગાંધીધામ “એ” ડિવી.પોલીસ સ્ટેશન ઘરફોડ ચોરીના ચાર (૦૪) ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )
મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના મુજબ મે.પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબ દાહોદ નાઓએ જીલ્લા તથા જિલ્લા બહાર લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી, શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓમા તેમજ પ્રોહીબિશન તથા અન્ય ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા સારુ એલ.સી.બી.ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.
જે અનુસંધાને એલ.સી.બી.ની ટીમ જિલ્લામા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી.
તે અંતર્ગત એલ.સી.બી.,પો.ઇન્સ.શ્રી કે.ડી.ડિંડોર નાઓની સુચના મુજબ ગઇકાલ પો.સ.ઇ.શ્રી એમ.એલ.ડામોર તથા પો.સ.ઇ.શ્રી જે.બી.ધનેશા તથા એલ.સી.બી.સ્ટાફની જુદી-જુદી ટીમો બનાવી દાહોદ જિલ્લામા કાર્યરત હતી તે દરમ્યાન ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ બર્ગત યુનીઓ મા માસ આધારે બાતમી હકિકત આધારે નીચે મુજબના ગુન્હાઓમા નાસતો ફરતો નીચે મુજબનો આરોપી બહાર ગામ મજુરીએથી તેના ઘરેથી આવતા વ્યુહાત્મક રીતે વોચ ગોઠવી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ગાંધીધામ "એ" ડીવી.પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ:-
રમશુભાઇ કેસરીયાભાઇ જાતે બારીયા રહે.વડબારા તા.જી.દાહોદ પ્રાંતિ
સદરહુ આરોપી નીચે મુજબના ગુન્હાઓમા નાસતો ફરતો હોવાનુ જણાઇ આવેલ.
સારી કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ પો.ઇન્સ.શ્રી કે.ડી.ડિંડોર એલ.સી.બી.દાહોદ,પો.સ.ઇ.શ્રી એમ.એલ.ડામોર,પો.સ.ઇ.શ્રી જે.બી.ધનેશા સહિત ટીમ દ્વારા
આમ, છેલ્લા ઓગણીસ વર્ષથી કચ્છ પૂર્વ ગાંધીધામ “એ” ડિવી. પોલીસ સ્ટેશન ઘરફોડ ચોરીના ચાર (૦૪) ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.