માળી પરીવાર કડીથી ધનાણા ગામે માતાજીની રમેલ પ્રસંગે દર્શન અર્થે આવતાં રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બિરઝા કારને કચ્ચરઘાણ નીકળી જતાં જે.સી.બી. મશીન દ્વારા લાશોને બહાર કાઢી હતી.
કડીથી ભાભર નજીક આવેલા ધનાણા ગામે માતાજીના રમેલ પ્રસંગે આવતાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. ભાભર તાલુકાના ગોસણ પાટીયા પાસે ભાભર-રાધનપુર હાઇવે રોડ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિના મોત નિપજયા હતા.
ભાભર તાલુકાના ગોસણ પાટીયા નજીક ગુરૂવારે સાંજે રાધનપુર તરફથી ભાભર તરફ આવી રહેલી બિઝા ગાડીને ટેઇલર ટ્રક વચ્ચે ધડાકાભેર ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર વ્યક્તિના મોત થયા છે. અને બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
મૂળ સરહદી થરાદરીની માળી પરીવાર કડી ખાતે ધંધા અર્થે સ્થાયી થયેલા છે આજે કડીથી સૂઇગામ તાલુકાના ધંધામાં ગામે કડીથી આવી રહ્યા હતા ત્યારે ભાભર નજીક આવેલા ધનાણા ગામે માતાજીની રમેલ પ્રસંગે દર્શન કરવા માટે આવતાં રાધનપુર હાઇવે ભાભર તાલુકાના ગોસણ પાટીયા નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
કમનસીબોના નામ
૧. ભૂપતભાઇ સવાભાઇ માળી (ઉ.વ.9૪૫ )
૨. ભીખાભાઇ શંકરભાઇ માળી (ઉ.વ ૪૦)
૩. મોતીભાઇ કરશનભાઇ માળી (ઉ.વ.૧૭)
૪. બે વર્ષની બાળકી