સુરેન્દ્રનગરથી પીપાવાવ તરફ જતી માલગાડીના ડબ્બા છૂટા પડી જતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં માલગાડીના પાછળના ભાગના ગાર્ડ સહિત 6 ડબ્બા ભોગાવો નદી પરના રેલવે બ્રિજ પર ચાલુ માલગાડીએ છૂટા પડી ગયા હતા.સુરેન્દ્રનગરથી પીપાવાવ તરફ જતી માલગાડીમાં કોઈ ટેક્નિકલ ખામીના કારણે જોઈન્ટમાંથી છ ડબ્બા છૂટા પડી જતાં રેલવે અધિકારીઓ અને સ્ટાફને તાકીદે જાણ કરવામાં આવતા ઊંઘમાંથી સફાળા જાગેલા રેલવે તંત્રએ તાકીદે યોગ્ય કાર્યવાહી હાથ ધરી અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ ફરી છૂટા પડેલા ડબ્બાને જોઇન્ટ કર્યા બાદ માલગાડી આગળ તરફ રવાના કરવામાં આવી હતી.અને બાદમાં રેલવે તંત્રએ રાહતનો દમ લીધો હતો. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ત્યારે સુરેન્દ્રનગરથી પીપાવાવ તરફ જતી માલગાડીના ડબ્બા છૂટા પડી જતાં તંત્રમાં દોડધામની સાથે અફડાતફડી મચી જવા પામી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं