ગુજરાત રાજ્ય એસટી પરિવહન નિગમના કર્મચારીઓની વર્ષો જૂની પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતા રાજ્ય સરકાર સામે સમગ્ર ગુજરાત રાજ્યના એસટી પરિવહન નિગમના કર્મચારીઓના વિવિધ સંગઠનોમાં દ્ ભારે વિરોધ સાથે ભારે રોષ ભભુકી ઉઠ્યો છે અને પોતાની ૧૯ જેટલી વર્ષો જૂની પડતર માંગણીઓને પૂરી કરવા માટે લડતના મંડાણ કર્યા છે જે અંતર્ગત ગુજરાતના તમામ એસ.ટી સ્ટેન્ડ અને એસટી વર્કશોપ સહિતના સ્થળ ઉપર વિરોધ પ્રદર્શન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે અંતર્ગત આજે બુધવારના રોજ હાલોલ એસટી સ્ટેન્ડ ખાતે અને હાલોલ એસટી વર્કશોપ ખાતે હાલોલ વિભાગના એસટી નિગમના કર્મચારીઓએ બપોરના સમયે પોતાની ચાલુ નોકરી દરમ્યાન કાળી પટ્ટી ધારણ કરી હાલોલ એસટી સ્ટેન્ડ ખાતે તેમજ એસટી વર્કશોપ ખાતે એકત્રિત થઈ પોતાની માંગણીઓ પૂરી કરવા માટે ભારે સૂત્રોચ્ચાર કરી સરકાર સામે પોતાનો રોષ પ્રગટ કરી પોતાની વર્ષો જૂની માંગણીઓ સ્વીકારવા માટે માંગ કરી પોતાનો વિરોધ નોંધાવી વિરોધ પ્રદર્શન જોયું હતું.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं