હાલોલ નગર ખાતે વસતા માં જાનકી બિહાર સમાજ હાલોલ દ્વારા આસો નવરાત્રિના પાવન પર્વને અનુલક્ષીને હાલોલ શહેરના ગોધરા રોડ પર સાગર સ્પ્રિંગ કંપની સામે આવેલ ગીરીકંદા સોસાયટી ખાતે નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે સાર્વજનિક દુર્ગા પૂજા મહોત્સવ અને સંગીતમય શ્રીમદ ભાગવત કથા જ્ઞાન મહાયજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં 15 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી દેવી ભવ્યાજીના સુમધુર કંઠે શ્રીમદ ભાગવત કથાનું શ્રોતાઓને રસપાન કરાવવામાં આવ્યું હતું જેમાં નવરાત્રિ અંતગર્ત દુર્ગા માતાના નવ સ્વરૂપોને દર્શાવવા માટે નવ દિવસ સુધી ગરબા,આરતી પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં સોસાયટી ખાતે બાંધવામાં આવેલા મંડપના સ્ટેજ પર દુર્ગામાતા, સરસ્વતીમાતા લક્ષ્મીમાતા કાર્તિકેય ભગવાન અને ગણેશજી ભગવાનની મૂર્તિની સ્થાપના કરી એકમથી સાતમ સુધી તેઓના મુખમંડળને બાંધી તેઓની પૂજા અર્ચના કરવામાં આવી હતી જે બાદ સાતમના દિવસે સપ્તમીની ઉજવણી અંતર્ગત દ આ પાંચેય દેવી-દેવતાના મુખ ખોલી દીધા બાદ દર્શનાાર્થીઓના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા જેમાં સાતમ આઠમ અને નોમ એમ ત્રણ દિવસ સુધી મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ આ પાંચેય દેવી પોતાની પૂજા અર્ચના કરી હતી જે બાદ નવમા નોરતે અષ્ટમીની ઉજવણી અંતર્ગત નવચંડી યજ્ઞનું આયોજન કરી કન્યા પૂજાનું આયોજન કરાયું હતું જેમાં નવ કન્યાઓને ભોજન કરાવામાં આવ્યું હતું જેમાં સમગ્ર નવરાત્રી દરમ્યાન મુખ્ય આયોજક વિનોદભાઈ ઝા અને સરિતા દેવી દ્વારા સતત નકોરડા ઉપવાસ રાખી માતાજીની આરાધના કરવામાં આવી હતી જે બાદ દશમાં દિવસે એટલે કે આજે દશેરાના દિવસે દશેરાની ઉજવણી અંતર્ગત દુર્ગામાતા સરસ્વતીમાતા લક્ષ્મીમાતા કાર્તિકેય ભગવાન અને ગણેશજી ભગવાનની મૂર્તિઓના વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગીરીકંદા સોસાયટી ખાતેથી આ તમામ દેવો દેવતાઓની આરતી કર્યા બાદ ભવ્ય શોભાયાત્રા યોજી બેન્ડબાજાના સુર તાલે ધાર્મિક ગીતોના સથવારે શોભાયાત્રા કાઢી ગીરીકંદા સોસાયટીથી ચંદ્રપુરા ગામ સુધી મોટી સંખ્યામાં જાનકી બિહારી સમાજના લોકોએ શોભાયાત્રામાં જોડાઈ ચંદ્રપુરા ખાતેના તળાવ ખાતે ભારે શ્રદ્ધા અને આસ્થા પૂર્વક ભાવવિભોર થઈ દુર્ગામાતા લક્ષ્મીમાતા સરસ્વતીમાતા કાર્તિકેય ભગવાન અને ગણેશજી ભગવાનની પ્રતિમાઓનું ભારે હૈયે વિસર્જન કર્યું હતું જે બાદ સાંજે દ ગીરીકંદા સોસાયટી ખાતે માં જાનકી બિહારી સમાજ દ્વારા સૌ ભક્તજનો માટે મહાપ્રસાદી ભોજન નું આયોજન કરાયું હતું જેમાં ઉપસ્થિત સૌ કોઈ એ મહાપ્રસાદીનો લ્હાવો ધન્યતા અનુભવી હતી.