દાહોદ ઇન્ચાર્જ જિલ્લા પોલિસ વડા શ્રીમતી બીશાખા જૈન દ્વારા વિજયાદશમીના અવસરે પોલીસ ગ્રાઉન્ડ દાહોદ ખાતે શસ્ત્ર પૂજન ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )
શસ્ત્રોના પ્રતિ વર્ષ વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજનની પરંપરા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી છે. ત્યારે આજે વિજયાદશમીના પાવનપર્વે ઇન્ચાર્જ પોલીસ વડા શ્રીમતી બીશાખા જૈન દ્વારા આ પરંપરા આગળ ધપાવતા સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું હત
તેમણે સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી.
આ પ્રસંગે નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ સહિત પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
  
  
  
   
   
  