(રાહુલ પ્રજાપતિ)

ઇડર તાલુકાના ભાણપુર જ્યોતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ.બી.કે.પટેલ હાઇસ્કુલમા શનિવારના રોજ સાતમા નોરતે માં જગદંબાના નવ રૂપોની આરાધનાના પર્વ નવરાત્રીની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જેશીંગભાઈ પટેલ, ટ્રસ્ટી ડાહ્યાભાઇ પટેલ,શ્રી દલજીભાઈ પટેલ અને  મનોજભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં માતાજીની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી. આ નવરાત્રિ મહોત્સવમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા શાળાના આચાર્ય મન મુકીને ગરબે ઘૂમ્યા હતા.કાર્યક્રમના અંતે પ્રવિણભાઇ જોષી તરફથી શ્રેષ્ઠ ખેલૈયાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તેમજ પી. જે.પટેલ તરફથી તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવામાં આવ્યો હતો.શાળાના આચાર્ય સતિષભાઇ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમગ્ર સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.