ગત શુક્રવારના બપોરના સુમારે ડેસર તાલુકાના મીરાકુવા ગામે રહેતા મનીષકુમાર રમેશભાઈ ચૌહાણ પોતાની મોટરસાયકલ લઈને કાલોલ તાલુકાના બોરૂ કેનાલ પાસે રેલવે બ્રિજ પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓ મોટરસાયકલ ઊભી રાખી પેશાબ પાણી કરવા માટે ઊભા હતા તે દરમિયાન બે ઈસમો મોટરસાયકલ લઈને આવેલા અને છરો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ ૮૦૦/ રોકડા અને રૂ ૪,૦૦૦/ નો કિંમત નો મોબાઈલ ફોન લુટી ફરાર થઈ ગયા હતા જેઓએ હીરો કંપની ની મોટરસાયકલ નંબર જીજે ૧૭ સીબી ૮૪૩૧ લઈને લુટ ની ધટના ને અંજામ આપ્યો હતો જેથી કાલોલ પોલીસ દ્વારા ઈ ગુજકોપ અને પોકેટ કોપ મા સર્ચ કરતા મોટરસાયકલ મહેરાજકુમાર ગીરીશકુમાર પારેખ રે વૃંદાવન પાર્ક સોસાયટી કાલોલ ની હોવાનુ બહાર આવેલ જેથી પોલીસે મોટરસાયકલ તેમજ આરોપીઓની અંગત બાતમિદારો દ્વારા હકીકત મેળવી કે ઉપરોક્ત મોટરસાયકલ લઈને બે ઈસમો હાલોલ થી કાલોલ તરફ આવે છે જે બાતમી અન્વયે કાલોલ ના સિનિયર પી.એસ.આઇ જે ડી તરાલ અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા બોરુ ટર્નિંગ પાસે વોચ ગોઠવતા બન્ને ઈસમો મહેરાજકુમાર ગીરીશકુમાર પારેખ રે વૃંદાવન પાર્ક સોસાયટી કાલોલ તથા વિજય કુમાર ગોવિંદભાઈ બજાણીયા મુળ રે.કોઠંબા હાલ રે.વૃંદાવન પાર્ક સોસાયટી કાલોલ ને લૂંટમાં ગયેલ મુદ્દામાલ ઉપરાંત અન્ય ત્રણ મોબાઈલ મળી કુલ ચાર મોબાઈલ અને મોટરસાયકલ તથા લુટ મા વાપરેલ છરો અને રૂ ૮૦૦/ રોકડા કુલ રૂ ૩૩,૮૧૦/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.