કાંકરેજ તાલુકાના વડા ગામે એસસોજીની ટીમે શુક્રવારે રાત્રે ઉત્તર ગુજરાતમાં આજ દિન સુધીનો સૌથી મોટો રૂપિયા 1.25 કરોડનો ગાંજાનો જથ્થો કબ્જે લીધો હતો. ખેડૂતે ત્રણ વીઘા ખેતરમાં કપાસ અને એરંડાના કરેલા વાવેતર વચ્ચે ગાંજાની ખેતી કરી હતી. કુલ 1259.250 કિ.ગ્રા.ના 1776 નંગ છોડ જપ્ત કરી નાસી છૂટેલા ખેડૂત સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસને આ મોટી સફળતા મળી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

કાંકરેજ તાલુકાના વડા ગામે શુક્રવારે એસોજીની ટીમે ઉત્તર ગુજરાતની સૌથી મોટી ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો હતો.આ અંગે સ્પેશ્યલ ઓપરેશન ગૃપના પીઆઈ એમ. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, વડા ગામે ટીમ સાથે તપાસ કરી હતી. જ્યાં ત્રણ વીઘા ખેતરમાં ઉભેલા કપાસ અનુ એરંડાના માદક પદાર્થ ગાંજાના છોડ કુલ નંગ-1776 મળી આવ્યા હતા. તેને ખેતરમાંથી ઉખાડી તેનો વજન કર્યો હતો તેમાં કુલ વજન - 1259.250 કિલો રૂ.1,25,92,500નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. માદક પદાર્થની ખેતી કરનાર વડા ગામના છનુભા ઉર્ફ વિરસંગ ધૂડસંગ વાઘેલા વિરૂદ્ધ માદક દ્રવ્યની ગેરકાયદેસર ખેતી કરવા બદલ થરા પોલીસ મથકે ગૂનો નોંધ્યો છે.અગાઉ પણ એસઓજીને માદક પદાર્થો પકડવામાં સફળતા મળી છે.

 વડા ગામે પોતાના ખેતરમાં ગાંજાની ખેતી કરનાર છનુભા ઉર્ફ વિરસંગ ધૂડસંગ વાઘેલા એસ. ઓ. જીની ટીમની રેડ પહેલા જ નાસી ગયો હતો.

બનાસકાંઠા જીલ્લામાં અત્યાર સુધીમાં થરાદ નજીકથી રૂપિયા 1,90,000ના મેફેડ્રોન (એમ. ડી)નો 244 ગ્રામ જથ્થો, રૂપિયા 68,100નો 6.810 કિ.ગ્રા. ગાંજાના છોડ, ધાનેરા નજીકથી રૂપિયા 49,080નો 4 કિલો ગાંજો, રૂપિયા 1,55,000નું 15.500 કિ. ગ્રા. હેરોઇન, રૂપિયા 6,76,830નો 225.610 કિ.ગ્રા. પોશડોડા, ડીસાના ભીલડી નજીકથી રૂપિયા 7200નો 2.400 ગ્રામ પોષડોડા, અમીરગઢ નજીકથી રૂપિયા 2,58,750નો 51.75 કિ.ગ્રા. પોશડોડા, 36,600નો ચરસનો 244 ગ્રામ જથ્થો તેમજ થરાના વડાથી મળેલી ગાંજાની ખેતી સહિત કુલ રૂપિયા 1,40,34,060નો મુદ્દામાલ કબ્જે લઇ કુલ 29 શખ્સો સામે ગૂનો નોંધ્યો છે.