બી.આર.સી ખેડબ્રહ્મા ખાતે નવરાત્રી યોજાઇ

બીઆરસી ખેડબ્રહ્મામાં રિસોર્સ રૂમમાં આવતા દિવ્યાંગ બાળકો માટે જિલ્લા કોઓર્ડીનેટર કિર્તીસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં બીઆરસી ખેડબ્રહ્મા ના સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાની શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો અને જાણે જણાવતા હોય કે હમ ભી કિસીસે કમ નહી એ રીતે રસ પૂર્વક નવરાત્રી માં ગરબા ખેલ્યા હતા. બી.આર.સી.કોર્ડીનેટર પિયુષ જોશી દ્વારા તમામ બાળકો અને સ્પેશ્યલ એજ્યુકેશનની અભિનંદન પાઠવવામાં આવેલ છે.