બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારધામ પકડી પાડતી બગસરા પોલીસ ટીમ શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં પ્રોહી તથા જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ એ અમરેલી જીલ્લામાથી દારૂ તથા જુગારની બદીને નેસ્તાનાબુદ કરવા તેમજ આવા દારૂની તથા જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જે.પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલી નાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ પો , ઇન્સ , બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. .૧૧૧૯૩૦૦૯૨૨૦૪૪૪ / ૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજી . થયેલ હોય જેમાં ગોકુળપરા વિસ્તારમાં નવ ઇસમો જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીન પતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ .૪૬,૬૦૦ / - તથા અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ ૦૯ કિ.રુ. ૨૧,૫૦૦ તથા મો.સા. નંગ ૪ કિ.રૂ. ૭૦,૦૦૦ / મળી કુલ કિ.રૂ .૧,૩૭,૫૦૦ / -ના જુગાર લગત સાહિત્ય સાથે નવેય ઇસમો પકડી પાડેલ હોય જે અનુસંધાને ઉપરોકત નંબર થી ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ- આ કામના આરોપી નવેય ઇસમો જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ .૪૬,૬૦૦ / - તથા ગંજીપત્તાના પાના નંગ - પર કિ.રૂ. ૦૦/૦૦ તથા મોબાઇલ નંગ ૦૯ કિ.રુ. ૨૧.૫૦૦ તથા મો.સા. નંગ ૪ કિ.રૂ. ૭૦,૦૦૦ / -મળી કુલ કિ.રૂ .૧.૩૭,૫૦૦ / -ના જુગાર લગત મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે . આરોપી : ( ૧ ) ભીમજીભાઈ ટીંડાભાઇ કાનાણી ઉ.વ. ૬, ધંધો . ખેતી, રહે. બગસરા , ગોકુળપરા, તા બગસરા , જી. અમરેલી, ( ૨ ) મગનભાઈ વશરામભાઈ સુવાગીયા, ઉ.વ .૫૫, ધંધો. ખેતી, રહે.બગસરા , ગોકુળપરા, તા.બગસરા , જી.અમરેલી, ( ૩ ) પોપટભાઇ ભવાનભાઈ ભુવા,ઉ.વ. ૬૦, ધંધો, ખેતી,રહે. બગસરા , ગોકુળપરા, તા, બગસરા , જી . અમરેલી, ( ૪ ) સંજયભાઈ રાણાભાઇ ભાલાળા,ઉ.વ. ૪૦, ધંધો. ખેતી,રહે . બગસરા, ગોકુળપરા, તા.બગસરા , જી.અમરેલી, ( ૫ ) કનુભાઈ કેશવભાઈ પટોળીયા, ઉ.વ .૬૦, ધંધો. ખેતી,રહે.બગસરા , શીવનગર, તા.બગસરા , જી.અમરેલી, ( ૬ ) નાગજીભાઈ રણછોડભાઈ ગોંડલીયા, ઉ.વ. ૬૫, ધંધો. ખેતી,રહે.બગસરા , ગોકુળપરા, તા.બગસરા , જી.અમરેલી, ( ૭ ) રતીલાલ શામજીભાઈ રાદડીયા, ઉ.વ. ૬૩, ધંધો. નિવ્રુત, રહે. બગસરા, ગોકુળપરા, તા. બગસરા , જી. અમરેલી, ( ૮ ) કીશોરભાઈ વિઠ્ઠલભાઇ ગોધાણી, ઉ.વ. ૫૦, ધંધો. ખેતી, રહે . નવી હળીયાદ , તા.બગસરા , જી. અમરેલી, ( ૯ ) મુકેશભાઇ શંભુભાઇ ગોંડલીયા, ઉ.વ .૫૧, ધંધો. નિવ્રુત, રહે . બગસરા , ગોકુળપરા, તા. બગસરા , જી.અમરેલી, આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.વી.પ્રસાદના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના હેડ કોન્સ . જયરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ . મેહુલભાઇ મકવાણા તથા પો.કોન્સ સુલ્તાનભાઇ પઠાણ તથા પો.કોન્સ . આલ્કુભાઇ વાળા તથા હેડ કોન્સ શીવરાજભાઈ ભગુભાઈ ખાચર તથા પો.કોન્સ અજયદાન નરહરદાન વિગેરે બગસરા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા .
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી.