શારદીય નવરાત્રી અંતિમ ચરણો તરફ જઈ રહી છે ત્યારે ખેલૈયાઓ મન મૂકી ઝુમિ રહ્યા છે ખેડબ્રહ્મા શહેર તેમજ તાલુકામાં નવરાત્રિના છ દિવસ પૂરા થયા છે ત્યારે ઠેર ઠેર ગરબાઓમાં કીડિયારુ ઊભરાતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યારે શેરી ગરબાઓમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે મહિલાઓ ગરબા ગુમતી નજરે પડી રહી છે. નાના નાના ભૂલકાઓ પણ ક્યાય બાકાત નથી રહેતા શહેરના રામેશ્વર નગરમાં શેરી ગરબા દરમિયાન રાજસ્થાની સમાજ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં રાજસ્થાની મહિલાઓ દ્વારા રાજસ્થાની વેશભૂષામાં ગરબે ઘૂમતી નજરે પડી હતી ....જ્યારે ગુજરાત ભરમો મીની અંબાજી તરીકે ઓળખાતા અંબિકા માતાજી મંદિરે કીડીયાળુ ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે

રમેશ વૈષ્ણવ ખેડબ્રહ્મા