બુધવારના રોજ કાલોલના ફળિયા પાસે સવારના સોમવારે જાહેર રસ્તા ઉપર કેબિન મુકવા અને કેબિનની બાજુમાં ઓટલો બનાવવાની બાબતે એક જ કોમના બે ટોળા દ્વારા લાકડી , પેવર બ્લોક, ચપ્પા વડે સામા સામે મારામારી કરતા સામ સામે બે ફરિયાદો કાલોલ પોલીસમાં નોંધાવવા પામી હતી બનાવની મુખ્ય વિગતો જોતા સલીમ સ્સત્તાર નાથા ની ફરિયાદ મુજબ નિશાર મુવેલ રસ્તા ઉપર કેબિન મૂકી હતી અને કેબિનની બાજુમાં ઓટલો બનાવતા ઓટલો બનાવવાની ના પાડતા બોલાચલી કરી ગાળો બોલી ઝઘડો તકરાર કરી નિશાર ઐયુબ મુવેલ દ્વારા પેવર બ્લોક લઈ મારવા જતા આઇશા બેનને હમણાં હાથે ઈજાઓ પહોંચી હતી આ ઉપરાંત મજહર દ્વારા લાકડી થી સલીમભાઈ મારેલ સકલેન
દ્વારા ચપ્પા વડે સલીમ ઊર્ફે રમજાન ને પેટના ભાગે ઈજા પહોંચાડી હતી અક્રમ દ્વારા બ્લોક મારતા હલીમાબેનને જમણા હાથે ઈજા પહોંચી હતી જેની દવા સારવાર કરાવી હતી.જેની સામે નિશાર મૂવેલ દ્વારા ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવી જણાવેલ કે મહંમદ ભાઈ પોતાની કેબીન નીચે ઉંદરો એ ખાડા પાડી દીધા હોય ખાડા પૂરતા હતા તે સમયે વસીમ સત્તાર નાથા, સલીમ મોહમ્મદ સુબન તેમજ આરીફ સતાર અને હારૂન ઉંમર નાથા દ્વારા તમો અહીંયા ઓટલો કેમ બનાવો છો? તેમ કહી બોલાચાલી ઝઘડો કરી બાબુભાઈને હાથ પગ વડે ગડદા પાટુ નો માર મારેલ ઉપરાંત વસીમ દ્વારા લાકડાનો ડંડો બાબુભાઈને બરડાના ભાગમાં મારી દેતા ઈજા પહોંચી હતી આમ રસ્તા વચ્ચે લારી ઊભી રાખવા તેમજ ઓટલો બનાવવા ની બાબતે સામસામે બે ફરિયાદો નોંધાતા પોલીસ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે લગભગ નવેક વર્ષ પહેલાં આજ બાબતે વાદવિવાદ થતા નોટરી રૂબરૂ કેબિન મૂકવા માટેનું સમાધાન કરાર પણ બે પક્ષકારો દ્વારા લખાણ કરાયુ હોવાનું જાણવા મળી રહ્યું