શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓએ શરીર સંબધી તેમજ મીલ્કત સંબધી આવતી અરજીઓનો તાત્કાલીક નિકાલ કરી નાગરીકોને ન્યાય આપવા કરેલ સુચના અને શ્રી ડો. કુશલ.આર.ઓઝા નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ તથા શ્રી એસ.એ.પટેલ, સર્કલ પોલીસ ઇન્સપેકટર નાઓના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ પો.સ.ઇ.શ્રી એસ.બી.રાજગોર તથા તેમની ટીમે.ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના કુંભલમેર ગામે ગઇ તા.૦૭/૧૦/૨૦૨૩ ૬.૦૫/૦૦ વાગ્યા દરમ્ યાન આ કામે મરણજનાર પ્રવિણભાઇ રાજુજી ઉર્ફે ભદાજી જાતે.ઠાકોર રહેવાસી-કુંભલમેર તા.પાલનપુર જી.બનાસકાંઠા વાળાનાઓની લાશ તેમના ઘરમાં ગળે ફાસો ખાધેલ હાલતમાં મળી આવેલ જેથી પ્રથમ તો મરણ જનારના પરીવારના સભ્યોએ પ્રવિણભાઇએ આત્મહત્યા કરેલ છે તેમ સમજી તેની અંતીમવિધી કરી દિધેલ પરંતુ બાદમાં આ બાબતે તેના પરીવારના સભ્યોને મરણજનાર પ્રવિણભાઇ ના મોત બાબતે શક જતાં તેઓએ પોલીસ અધિક્ષક સાહેબશ્રી, બનાસકાંઠા પાલનપુર નાઓની કચેરી તા 13/10/23 ના રોજ અરજી કરતા જેની તપાસ સારૂ ગઢ પોલીસ સ્ટેશન ખાતે આવતાં અરજીની ગંભીરતા સમજી અરજીની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.બી.રાજગોર નાઓએ સંભાળી લઇ અરજીની જીણવટ પૂર્વક તપાસ કરીતા આ કામે મરણજનારની પત્ની આરોપી પુનમબેન ઉર્ફે પુનીબેન વા./ઓ. પ્રવિણભાઇ રાજુજી ઉર્ફે ભદાજી ઠાકોર રહે. -કુંભલમેર તા.પાલનપુર જી.બનાસકાંઠા વાળી તથા તેના પ્રેમી જીતેન્દ્રકુમાર ઉર્ફે ભગો ભુપતજી ઠાકોર (અનાવાડીયા) રહે. -મડાણા(ગઢ), રામનગર તા.પાલનપુર જી.બનાસકાંઠા વાળા નાઓએ તા.૬/૧૦/૨૦૨૩ ના ક.૨૦/૦૦ થી તા.૭/૧૦/૨૦૨૩ ના ક.૦૫/૦૦ વાગ્યા દરમ્યાન પોતાનો સમાન ઈરાદો પાર પાડવા સારૂ ગુનાહીત કાવતરૂ રચી મરણજનાર સુતેલો હતો તે વખતે પુનમબેનની સાડીથી ગળે ટુંપો આપી મારી નાખેલ તેવી હકીકત જણાઇ આવતાં ગઢ પો.સ્ટે. પાર્ટ-A ગુ.ર.નં.૧૧૧૯૫૦૨૪૨૩૦૫૪૦/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૦૨,૧૨૦(બી),૨૦૧,૩૪ મુજબ મુજબનો ગુનો રજી કરી પો.સ.ઇ.શ્રી, એસ.બી.રાજગોર નાઓએ ગુનાની તપાસ સંભાળી લઇ જરૂરી પુરાવા એકત્રીત કરી આ કામના આરોપી પુનમબેન ઉર્ફે પુનીબેન વા/ઓ પ્રવિણભાઇ રાજુજી ઉર્ફે ભદાજી જાતે-ઠાકોર ઉ.વ.૨૭ ધંધો-મજુરી રહેવાસી-કુંભલમેર તા.પાલનપુર જી.બનાસકાંઠા વાળી તથા અરોપી જીતેન્દ્રકુમાર ઉર્ફે ભગો ભુપતજી જાતે-ઠાકોર (અનાવાડીયા) ઉં.વ.૨૮ ધંધો.ડ્રાઇવિંગ રહેવાસી-મડાણા(ગઢ), રામનગર તા.પાલનપુર જી.બનાસકાંઠા વાળા નાઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગઢ પોલીસ સ્ટેશન દ્વારા પ્રસંશીય કામગીરી કરવામાં આવેલ છે

 

 *કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ ની વિગત:-* 

(૧) શ્રી એસ.બી.રાજગોર પો.સબ.ઈન્સ. ગઢ

(૨) શ્રી શકિતસિંહ એ.એસ.આઈ. ગઢ

(૩) શ્રી ભરતભાઈ અ.હેડ.કોન્ સ. ગઢ

(૪) શ્રી જેસીંગભાઈ અ.હેડ.કોન્ સ. ગઢ

(૫) શ્રી સેવંતીભાઈ અ.પો.કોન્સ. ગઢ (૭) શ્રી અમરતભાઈ અ.પો.કોન્ સ. ગઢ

(૬) શ્રી નરેશભાઈ અ.પો.કોન્સ. ગઢ

(૭) શ્રી અમરતભાઈ અ.પો.કોન્ સ. ગઢ

(૮) શ્રી નરસીંહજી અ.પો.કોન્ સ. ગઢ

(૯) ડ્રા.પો.કોન્સ. વિક્રમજી રતુજી