ખાંભા તાલુકા પંચાયત માં અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ કળશને એકત્રિત કરવામાં આવ્યા હતા
દેશ ભરમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત અમૃત કળશ યાત્રા કાઢવામાં આવી હતી.જેને પગલે ગુજરાતના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે કળશ લઈ જઈ માટી એકત્ર કરવામાં આવી હતી.જેના ભાગરૂપે ખાંભા તાલુકા પંચાયત ખાતે 57 ગામની કુલ 54 ગ્રામ પંચાયતમાંથી સરપંચ અને અગ્રણીઓ કળશ લઈ આવી પહોંચ્યા હતા.ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા અને હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં અમૃત કળશ આપવામાં આવ્યા હતા. તાલુકામાંથી આવેલ થોડી થોડી માટી લઈ તાલુકાના અમૃત કળશમાં નાંખી વધામણા કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા,પ્રાંત અધિકારીશ્રી ધારી,તાલુકા વિકાસ અધિકારી ધોરી સાહેબ , મામલતદાર રામ સાહેબ,નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી કાપડી સાહેબ,જિલ્લા પંચાયત સદસ્ય નરેન્દ્રભાઇ ફિંડોળીયા,અરવિંદભાઈ ચાવડા,ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ શેલડીયા તાલુકા પંચાયત પ્રમુખ ભીખાભાઈ સરવૈયા,તાલુકા પંચાયત ઉપપ્રમુખ હમીરભાઇ ખાટરીયા,તાલુકા પંચાયત ના તમામ તાલુકા સદસ્ય, પત્રકાર હસમુખભાઈ શિયાળ,ભાવિકભાઈ કળસરિયા, સહિત ગ્રામ્ય વિસ્તારના સરપંચો,તલાટીઓ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.