હાલોલ શહેરની બહાર ગોધરા હાઇવે રોડ પર સાગર સ્પ્રિંગ કંપનીની પાછળ આવેલ ગીરીકંદા સોસાયટી ખાતે આસો નવરાત્રીના પાવન પર્વને અનુલક્ષીને 15મી ઓકટોબર થી લઇ 23 મી ઓક્ટોબર એટલે કે નવ દિવસ સુધી નવલી નવરાત્રિના નવ દિવસના પાવન પર્વની ઉજવણી માં જાનકી બિહાર સમાજ હાલોલ દ્વારા શારદીય નવરાત્રી દુર્ગા પૂંજાના ભવ્ય મહોત્સવ સાથે કરવામાં આવી રહી છે જે અંતર્ગત માં જાનકી બિહારી સમાજ હાલોલ દ્વારા ગીરીકંદા સોસાયટી ખાતે ભારે શ્રદ્ધા અને આસ્થા પૂર્વક દુર્ગા પૂજા મહોત્સવ અને સંગીતમય શ્રીમદ ભાગવત કથા જ્ઞાન મહાયજ્ઞનું આયોજન કરાયું છે જેમાં પ્રસિદ્ધ કથાકાર દેવી ભવ્યાજી સુમધુર કંઠ દ્વારા કથાનું રસપાન સંગીતમય સુરાવલીઓ સાથે કલાકારોના માધ્યમથી રોજે રોજ કરવામાં આવી રહ્યું છે જ્યારે સાથોસાથ માતાજીના નવ સ્વરૂપોને દર્શાવતી નવરાત્રીનું ભવ્ય આયોજન કરી પૂંજા અર્ચના અને આરતી કરવામાં આવી રહી છે જેમાં દુર્ગામાતા, સરસ્વતીમાતા, લક્ષ્મીમાતા કાર્તિકેય ભગવાન અને શ્રી ગણેશજી ભગવાનની મૂર્તિઓની સ્થાપના કરી તેઓના મુખને બાંધી આરતી પૂજા સહિતના કાર્યક્રમમાં યોજાઇ રહ્યા છે જેમાં આગામી તારીખ 20 મી ઓક્ટોબરના રોજ કષ્ટી તિથિ નિમિત્તે નિશા પૂજા કરી આ દેવી દેવતાઓના મુખ ખોલી જાહેર જનતાના દર્શનાર્થે મુકાશે જેમાં સાતમ આઠમ અને નોમ એમ ત્રણ દિવસ સુધી લોકો દુર્ગા માતા, સરસ્વતી માતા, લક્ષ્મીજી માતા, કાર્તિકેય ભગવાન અને ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરશે તેવી માહિતી મળવા પામી છે જેમાં નવ દિવસ ચાલનારા કાર્યક્રમનું શ્રેષ્ઠ આયોજન માં જાનકી બિહાર સમાજના હાલોલના અગ્રણીઓ વિનોદભાઈ ઝા, જીતેન્દ્રસિંહ યાદવ,અખિલેશ્વર સિંગ,પ્રશાંત મિશ્રા, દેવેન્દ્રસિંહ અને ઉત્તમ પ્રસાદ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે.