વારસાઈ કરાવવા અર્થે અરજદાર પાસેથી રૂપિયા 14000 ની લાંચ સ્વીકારતા સંખેડાના સર્કલ ઓફિસર નાયબ મામલતદાર વર્ગ 3 ના અધિકારી રાકેશકુમાર જેઠાભાઈ પાટીદાર બે વર્ષ પૂર્વે બરાબર આજના દિવસે એટલેકે 18 ઓક્ટોમ્બર 2021 ના રોજ ACB ના છટકામાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા,જેનો કેસ છોટાઉદેપુરની સ્પે. જજ ACB અને સેશન્સ જજ ડી પી ગોહિલ સાહેબની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાજેન્દ્ર પરમારની ધારદાર દલીલો ને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે ભ્રષ્ટાચાર અને લાંચનું દુષણ સમાજમાંથી નાબૂદ થાય અને સમાજમાં દાખલો બેસે તે રીતે લાંચ લેનાર રાકેશ પાટીદારને કલમ 7A હેઠળ 3 વર્ષની કેદ અને 10000 નો દંડ અને 13(1)(A) હેઠળ 4 વર્ષની કેદ અને 15000 નો દંડ ફટકારતાં લાંચિયા બાબુઓએમાં ફફડાટ ફેલાયો છે.