GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ ગોધરા માર્ગદર્શિત તાલુકા શિક્ષણ સમિતિ કાલોલ અને બ્લોક રિસોર્સ સેન્ટર કાલોલ આયોજિત કાલોલ તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આજરોજ તા.૧૭/૧૦/૨૦૨૩ ને મંગળવાર ના રોજ વેજલપુર ક્લસ્ટર ની નાંદરખા પ્રાથમિક શાળા ખાતે કાલોલ મતવિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય ફતેસિંહજી ચૌહાણ ની અધ્યક્ષતામાં યોજાયું હતું. તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગમાં ૮૦ કૃતિઓ સાથે ૧૬૦ જેટલા બાળ વૈજ્ઞાનિકો અને ૮૦ માર્ગદર્શક શિક્ષકો સહભાગી થયાં હતાં. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કાલોલ તાલુકા પંચાયત ના પ્રમુખ સવિતાબેન રાઠવા,અને વિશેષ ઉપસ્થિતિ માં જિલ્લા ભાજપ ના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ,ભાજપ ના નરેદ્રસિંહ ગોહિલ અને તાલુકા ઉપપ્રમુખ ,જીલ્લા સદસ્ય વાલીબેન નાયક,તાલુકા સદસ્ય સોનલબેન ચૌહાણ અને નાંદરખા ગ્રામ પંચાયત ના સરપંચ પ્રવિણભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વીરેન્દ્ર સિંહ પરમાર, બીઆરસી કો.ઓ દિનેશભાઇ પરમાર અને ક્લસ્ટર ના કો.ઓ દિનેશભાઈ માછી ઘટક સંઘ ના પ્રમુખ કિરીટ પટેલ,મહામંત્રી રૂપમ પટેલ ,રાષ્ટ્રીય શૈક્ષીક સંઘ ના મહામંત્રી રમેશ પટેલ,ઉપાધ્યક્ષ અજીતસિંહ, રાજ્ય કારોબારી ભલસિંહ, બીટ કેળવણી નિરીક્ષક ગૌરાંગ જોશી,સુભાષભાઈ પટેલ ,એસ.એમ.સી અધ્યક્ષ ગોરધનભાઈ, યુવા મંચના પ્રમુખશ્રી બળવંતસિંહ પરમાર, પે સેન્ટર ના આચાર્ય ફતેસિંહ રાઠોડ ,પગાર કેદ્ર ના તમામ શાળાના આચાર્ય,શિક્ષકો બાળકો, વાલી, ગ્રામજનો, શિક્ષકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આવેલ તમામ પદાધિકારીઓશ્રી અને અધિકારીઓ નું બિલી વૃક્ષ આપી સન્માન કરવામાં આવ્યું હતું.પાંચ વિભાગમાંથી ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનાર બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર અને શિલ્ડ આપવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ બાળકો ને શિલ્ડ અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. તમામ નિર્ણાયકો ને નાંદરખા પ્રા. શાળા તરફ મેડલ આપી સન્માનિત કર્યા હતા.પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ,ગોધરાના રોનક સર ધ્વારા શિલ્ડ આપવામાં આવ્યા હતા. આ પ્રદર્શન માં વિભાગ ૧ માં અલીદ્રા, વિભાગ ૨ માં નાંદરખા, વિભાગ ૩ માં ઉતરેડિયા,વિભાગ ૪ માં મલાવ અને વિભાગ ૫ માં અલાલી શાળાઓ જિલ્લા કક્ષાએ પસંદગી પામી હતી.આ તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શન માં પગાર કેદ્ર ના શિક્ષકો અને યજમાન શાળા ના તમામ શિક્ષકો એ અથાગ મહેનત કરીને સફળ બનાવ્યો હતો.ઉદ્ઘાટન અને સમાપન સમારોહ ની આભાર વિધિ પગાર કેદ્ર ના આચાર્ય ફતેસિંહ રાઠોડે કરી હતી.કાર્યક્રમ નું સમગ્ર સફળ સંચાલન સદર શાળાના આ.શિક્ષક જ્યંતીભાઈ પ્રજાપતિ એ કર્યું હતું.સરળ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા ના શાળાના આચાર્ય ધર્મેશભાઈ, રમેશકુમાર પટેલ,મુકેશભાઈ, ફતેસિંહ, જગદીશ ભગોરા,કંચન ભાઈ,રમણિકભાઈ, સિદ્દીકભાઈ,સીઆરસી દિનેશભાઈ,હબીબભાઈ આ બધાનો સિંહફાળો રહ્યો હતો.