પાવીજેતપુર મામલતદાર ની બોલેરો ગાડીમાં એકાએક આગ લાગતા અંદરથી બળીને ખાખ, ફાયર એક્ષિસ્ટિંગવિસર થી આગ ઉપર કાબુ મેળવાયો

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

            પાવીજેતપુર ઇન્ચાર્જ મામલતદાર ની ગાડી ને મામલતદાર કચેરીમાં જ બપોરના સમયે એકાએક આગ લાગી જતા અંદરથી આખી ગાડી બળીને ખાખ થઈ જવા પામી હતી. સ્ટાફ દોડી આવી ફાયર એક્ષિસ્ટિંગવિસરની મદદથી આગ ઉપર કાબુ મેળવાયો હતો.એકાએક આગ લાગતા સ્વાભાવિક રીતે જ ભાગદોડ મચી જવા પામી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

             પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર મામલતદાર શ્રી ભાભોર પાવીજેતપુરના ઇન્ચાર્જ મામલતદાર હોઇ તેઓ બપોરના સમયે અઢી વાગ્યા ની આસપાસ કામ પતાવી સેવાસદન આવી કચેરી આગળ છોટાઉદેપુર મામલતદાર કચેરીની બોલેરો જીપને ઉભી કરી અંદર ગયા હતા. ડ્રાઇવર પણ ગાડીમાંથી ઉતરી કચેરી ની અંદર ગયા હોય થોડીક વારમાં જ એકાએક મામલતદારની ગાડીની પાછળના ભાગે આગની જ્વાળાઓ ચાલુ થઈ હતી ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જીપની અંદર આગ લાગી જતા ભાગમભાગ, દોડાદોડી થઈ જવા પામી હતી. સેવાસદનમાં તાલુકાના લોકો પોતાના કામ અર્થે આવ્યા હોય તેઓ પણ ગભરાઈ ગયા હતા. બુમા બુમ થતા મામલતદાર કચેરી નો તમામે તમામ સ્ટાફ દોડી આવી આગ હોલવવાના બોટલો તેમજ પાણીનો મારો કરી મહામુસીમતે ભારે જેહમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગને કાબુ મેં લે ત્યાં સુધી મામલતદારની ગાડીનો અંદરનો તમામ ભાગ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આ ગાડી સીએનજી ન હોય છતાં એમાં એકાએક આગ લાગતા ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો. 

              એક તબક્કે ખૂબ જ વિતરણ બની ની આગને લઈને લોકોમાં ભય આપી ગયો હતો પરંતુ આગને જલ્દી કાબૂમાં લઈ લેવાતા લોકોએ રાહતનો દંડ લીધો હતો. ગાડીમાં અંદર લાગેલી આગ એન્જિન ના ભાગ સુધી પહોંચે તે પહેલા કાબુમાં લઈ લેવામાં આવી હતી. સદનસીબે ગાડીમાં કોઈ બેઠું ન હતું તેથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી.