છોટાઉદેપુરના મામલતદાર રમણભાઈ આર રાઠવા કે જેઓની પાસે પાવીજેતપુર તાલુકા માલતદારનો પણ ચાર્જ છે ત્યારે આજે બપોરે તેઓ પોતાની સરકારી બોલેરો જીપ જેનો રજિસ્ટ્રેશન નંબર GJ 6 G 1878 માં પાવીજેતપુરના રતનપુર ખાતે આવેલ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, ડ્રાઇવરે બોલેરોજીપ કચેરી સંકુલમાં ગેટ બહાર ઉભી રાખી અને મામલતદાર રમણભાઈ આર ભભોર ઉતરીને કચેરીમાં ગયા અને ચાલક ઉતરીને અંદર બાથરૂમ તરફ ગયો અને અચાનક બોલેરો જીપમાં આગ લાગી અને ભળભળ સળગી ઉઠી, આગ લાગી તેવી બુમાબુમ થઈ અને કચેરી સંકુલમાં હાજર લોકો અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને કચેરીમાં મોજુદ અગ્નિશામન સંસાધનો ફાયર એક્ટીન્ગ્યુસર લઈને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો અને આગ ઓલવી પણ નાંખી ,જોકે બોલેરો જીપ ની અંદર સીટો સહિતન ઇન્ટિરિયર બળી ગયું હતું,સદનસીબે જીપમાં કોઈ બેઠેલ ન હોવાથી જાનહાની ટળી હતી.જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું પરંતુ શોર્ટ સર્કિટને લઈ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.