જાંબુઘોડા તાલુકાના રામપુરા ખાતે આવેલ મોડલ સ્કૂલ ખાતે મહાનુભવોની ઉપસ્થિતિમાં યુવા ઉત્સવની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં જાંબુઘોડા તાલુકા પંચાયતના પ્રમુખ લાલસીંગભાઇ બારીયા, તેમજ સુભાષભાઈ બારીયા, ભાસ્કરભાઈ જયસ્વાલ, તેમજ મોડલ સ્કૂલના આચાર્ય આનંદ પરમાર તેમજ આ કાર્યક્રમમાં ભાગ લેનાર મોડલ સ્કૂલ રામપુરા, ફ્યુચર લિંગ સ્કૂલ, ધી સેકન્ડરી સ્કૂલ, કન્યા સાક્ષરતા સ્કૂલ નારુકોટ, કરા સ્કૂલ, સહિતના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સહિત મોટી સંખ્યામાં તમામ સ્કૂલોના આચાર્ય તેમજ સ્ટાફ ગણ હાજર રહ્યો હતો અને આ યુવા ઉત્સવ કાર્યક્રમમાં અગાઉના દિવસોમાં યોજાયેલા સર્જનાત્મક કામગીરી જેમાં લોક નૃત્ય, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ભજન સ્પર્ધા, એક પાત્રીય અભિનય જેવી અનેક કૃતિઓ સહિત રમત ગમતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલા બાળકોને ટ્રોફી તેમજ પ્રમાણપત્રો આપી દરેક વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ખોખોની સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલ પૂર્ણિમા બારીયા, હાઈ જમ્પમાં રાજ્ય કક્ષા એ આવેલ ઋત્વિક બારીયા, અને હાઈ જંપમાં જિલ્લા કક્ષાએ બીજા નંબર આવેલ અનિતા બારીયા, અને 100 મીટરની દોડમાં ત્રીજા નંબરે આવેલ પ્રીતિબેન રાઠવા આ તમામ વિજેતા વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભવો દ્વારા તેમની કારકિર્દીને વધાવી ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અને આગળ વધે તેવા ઉદ્દેશ સાથે તમામને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભવોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.