હિંમતનગર : (રાહુલ પ્રજાપતિ) 

હિંમતનગર પાલિકાની સોમવારે ટાઉનહોલમાં યોજાયેલી સામાન્ય સભામાં એજન્ડાના વિવિધ કામો અંગે ચર્ચા કરાયા બાદ પાલિકાની બીજી ટર્મ માટેની ૨૪  સમિતીઓની રચનાની પાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, ચીફ ઓફીસર અલ્પેશ પટેલની ઉપસ્થિતીમાં જાહેરાત કરાઈ હતી. જાહેરાત થયા બાદ કેટલાક કોર્પોરેટરોમાં છુપો રોષ રહ્યો હતો. પરંતુ પક્ષના શિસ્તને લઈને કોઈપણ કોર્પોરેટરે પોતાની નારાજગી દર્શાવી ન હતી

સામાન્ય સભાના દિવસે હિંમતનગરમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા કેટલાક કોન્ટ્રાકટરોનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત દિવ-દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલે શહેરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આપેલા અંદાજે ૫ હજારથી વધુ ડસ્ટબીનનો વિતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. નગરપાલિકાની સામાન્ય સભામાં કારોબારી, જાહેર બાંધકામ, પાણીપુરવઠા, આરોગ્ય, સીટી બસ, ગટરયોજના, ટાઉનહોલ, લીગલ સહિતની અન્ય સમિતીઓના ચેરમેન અને સભ્યોની વરણીની જાહેરાત કરાઈ હતી.