DEESA // ડીસામાં મોન્ટેશ્વરી હાઇસ્કુલ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ઘૂમ્યા..

બાળકો સહિત શિક્ષકો અને વાલીઓએ પણ ગરબાની મજા માણી..

નીરજ બોડાણા (જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા) 

આદશક્તિ માઁ જગદંબાની આરાધનાનુ પર્વ એટલે નવરાત્રી. ત્યારે ડીસામાં સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેશરી સ્કૂલ દ્વારા આયોજિત એક દિવસીય ગરબા મહોત્સવમાં શાળાના બાળકો સહિત વાલીઓ અને શિક્ષકો મન મૂકીને ગરબે ઘુમ્યા હતા..

ડીસામાં નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે અને પ્રથમ દિવસથી જ ખેલૈયાઓ નવરાત્રિની મજા માણી હતી. સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ નોરતે એક દિવસીય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શુભમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા એક દિવસીય ગરબા મહોત્સવમાં બાળકોની સાથે સાથે વાલીઓ અને શિક્ષકોએ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબે ઘૂમ્યા હતા..

સાંજે આઠ વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ચાર કલાક દરમિયાન માઁની આરાધનાની સાથે સાથે ગરબાની મજા માણી હતી. તો પ્રથમ, બીજા અને ત્રીજા નંબરે આવનાર બાળકોને શાળા પરિવાર તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા. સ્કાય મોન્ટેશરી સ્કૂલ દ્વારા છેલ્લા 15 વર્ષીથી દર વર્ષે એક દિવસીય ગરબા મહોત્સવ યોજાય છે..