હાલોલ તાલુકાની સરહદે આવેલ સાવલીના રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં પાણીનાં સતત પ્રવાહના કારણે ધોવાણ થયું હતું જેના કારણે માટી ઘસી પડતા કેનાલની બંને તરફ ગાબડા પડ્યા હતા બનાવને પગલે નર્મદા વિભાગના અઘિકારી સહિતની ટીમના માણસો કેનાલ ખાતે દોડી આવ્યા હતા અને હંગામી ધોરણે કેનાલનુ સમરકામ હાથ ધરવામાં આવ્યું હતું જોકે ગાબડાં રીપેર થવામાં હજુ બે થી ત્રણ દિવસ સુધીનો સમય લાગશે તેમ નર્મદા વિભાગના અઘિકારી દ્રારા જણાવવામાં આવ્યું છે જ્યારે નર્મદા મુખ્ય કેનાલમા પડેલા ગાબડાંના સમારકામ માટે ગેટ બંધ કરી પાણીનો પ્રવાહ રોકવામાં આવ્યો હતો જેના કારણે કેનાલમાં પાણીનું સ્તર નીચે ગયું છે જેમાં અંહિયાથી ગોધરા પાલિકા હદ વિસ્તારમાં નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ પ્રેશર ઘટી જવાનાં કારણે સંપ સુઘી પૂરતા પ્રમાણમાં પાણી નથી પહોચી રહ્યું જેનાં પગલે ગોધરા સહિત કાલોલના કેટલાક વિસ્તારમાં ઓછાં પ્રેશરથી પાણી મળી રહ્યુ છે જ્યારે કેટલાક વિસ્તારમાં તો પાણી કાપ મૂકવાની પણ ફરજ પડી હોવાનું જાણવા મળેલ છે જેમાં એક અઠવાડિયામાં આ રીતે બીજી વાર કેનાલનાં સમારકામને લઈ પાણી સપ્લાય રોકવામાં આવ્યો છે જેના કારણે નગરજનોને પીવાનાં પાણી માટે વલખા મારવાનો વારો આવી રહ્યો હોવાની માહિતી મળવા પામી છે.