હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલી કંચનવિલાસ સોસાયટી પાસેના એક કાચા ઝૂંપડામાં રહેતા અને કડિયા કામ સહિતની મજૂરી કરતા શ્રમજીવી પરિવારના 17 વર્ષીય યુવક રાકેશકુમાર મુકેશકુમાર ભાભોરને ઝૂંપડામાં આવી ચઢેલા એક 5 થી 6 ફૂટ જેટલી લંબાઈ ધરાવતા કાળા ભમ્મર સાપે કરડી લેતા યુવક રાકેશકુમાર સહિત તેના પરિવારજનો ગભરાઈ ઊઠ્યા હતા જેમાં બનાવની જાણ તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારી અને સાપોને પકડવાની કામગીરી કરતા સાપોની તમામ જાણકારી ધરાવતા નિષ્ણાંત જીવદયા પ્રેમી જયેશ કોટવાળ સહિત વાય.કે.પટેલને કરવામાં આવી હતી જેમાં જયેશ કોટવાળે યુવકના પરિવારજનોને જણાવ્યું હતું કે રાકેશકુમારને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જાઓ અને સાપને મારી ભગાવશો નહીં જેથી સાપને જોઈ ઝેરી કે બિન ઝેરી છે તે જાણી શકાય જેની સારવારમાં મદદ મળે જેમાં જયેશ કોટવાળ અને વાય.કે.પટેલ બન્ને કર્મચારીઓ તાબડતોડ કંચનવિલાસ સોસાયટી પાસેના ઝુપડામાં પહોંચી લાકડાઓના ભારા હેઠળ છુપાયેલા સાપને ઝડપી પાડી બહાર કાઢ્યો હતો જેમાં રાકેશકુમારને કરડી લેનાર સાપ 5 થી 6 ફૂટની લંબાઈ ધરાવતો બિન ઝેરી પણ ખૂબ જ આક્રમક સ્વભાવ ધરાવતો ધામણ પ્રજાતિનો સાપ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં તે બિન ઝેરી સાપ હોઇ જે યુવક રાકેશકુમારને સાપ કરડ્યો હતો તે રાકેશ કુમારને તેનાથી કોઈ ખતરો ન હોવાનું જયેશ કોટવાળે જણાવતા તે યુવકના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો જેમાં ઝડપાયેલા સાપને સહી સલામત રેસ્ક્યુ કરી માનવ વસવાટથી દૂર જંગલ વિસ્તારમાં છોડી મુકાયો હતો.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं