આપણો દેશ વિકાસ કરી રહ્યો છે.વિશ્વમાં આગવી ઓળખ ઊભી થઈ રહી છે. આ સમયમાં નવ સર્જન અને સંશોધન થઇ રહ્યાં છે. શિક્ષણ અને એમાં થયેલ સંશોધન થકી જ સ્થાઈ વિકાસ શક્ય છે. આ સંજોગોમાં એના પ્રચાર અન પ્રસાર માટે ગમતી નિશાળ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું. ભારત રત્ન અબ્દુલ કલામ ના જન્મ દિવસ નિમિત્તે આયોજિત આ કોન્ફરન્સમાં ગુજરાત,મહારાષ્ટ્ર,રાજસ્થાન અને કર્ણાટકના શિક્ષકો અને બાળકો જોડાયા હતા. સોશિયલ ઈનોવેશન કોન્ફરન્સ માટે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન સાથે જોડાયેલ સાત રેડિયોના પ્રતિનિધિ પણ પોતાના નવતર કાર્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

ઉદઘાટન સમારોહમાં અનેક મહાનુભાવો

ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કોન્ફરન્સ વિવિધ તબક્કે નવતર હતી. સન્માન કે આવકારના બદલે અહીં વકતાઓનું જ સન્માન કરવામાં આવ્યું. સમાપન સમારોહમાં સંસ્કૃત યુનિવર્સિટી સ્થાપના સમયના એડમીનીસ્ટેટર અને સંસ્કૃતિના સુજ્ઞ ડૉ.ગિરીશ ઠાકર,ભાવનગર યુનિવર્સીટીના ડૉ.રવિન્દ્ર અંધારિયા, સૃષ્ટિ ઓર્ગેનાઈજેશનના ચેતન પટેલ, ઇનોવેશન બેંક સાથે કાર્યરત ફેરી ના ડાયરેકટર અવિનાશ ભંડારી,રેડિયો પાલનપુર સ્ટેશન ડાયરેકટર અભિજિત રાઠોડ અને ગુરૂજીકી પાઠશાળા ના નિયામક ઉપસ્થિત રહ્યા હતા. સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણમાં નિશાળ અને એય ગમતી નિશાળ પાલનપુરમાં સફળતા પૂર્વક ચાલે છે. આવા નવતર કાર્યો અને આયોજન બદલ સૌને સન્માનવામાં આવે છે ત્યારે ગમતી નિશાળના કાર્યો માટે સૌએ પ્રશંસા કરી હતી. યુથ એજ્યુકેશન આઇકોન ડૉ.મનીષ દોષી અને ફેરીના ડાયરેકટર મેઘા ગજ્જર દ્વારા વિડિયો થકી શુભકામનાઓ પાઠવી હતી.

આ કોન્ફરન્સમાં ગુજરાતના ઝડપી લાઇવ સ્કેચ આર્ટીસ્ટ જયેશ વગડોદાએ સૌના દિલ જીતી લીધા હતા. જે વક્તાઓ વક્તવ્ય આપે અને બેસે એટલે એમનો સ્કેચ તૈયાર થાય અને એના ઉપર વક્તા ઓટોગ્રાફ આપે. બે દિવસીય આ કોન્ફરન્સમાં જયેશ વગાડોદા આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.

બીજા દિવસે સમગ્ર વિશ્વ જ્યારે અબ્દુલ કલામનો જન્મ દિવસ ઉજવી રહ્યું હતું ત્યારે આ કોન્ફરન્સમાં નવ વિચારકો પોતાના વિચારને ફેલાવી રહ્યા હતા. દરેક ઈનોવેટર પોતાના કામ અને સંવાદ કરી રહ્યા હતા.

અબ્દુલ કલામના જન્મ દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાત બાળકોના નામની વર્ષ:૨૦૨૪ના સન્માન માટે જાહેરાત કરવામાં આવી. ગુજરાત,મહારાષ્ટ્ર અને રાજસ્થાનના સાત બાળકોના નામની અહીં જાહેરાત કરવામાં આવી હતી.

સમગ્ર દેશમાંથી પાંત્રીસ શિક્ષકો,સાત કોમ્યુનિટી રેડિયો અને આઠ બાળકોને વિંગ્સ ઓફ ફાયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમાપન સમારોહમાં ધારાસભ્ય અને નાટ્યકર્મી અનિકેત ઠાકર,કલામ સ્કૂલ અમરેલીના ડાયરેકટર જયભાઈ બનાસકાંઠા જિલ્લા કેળવણી મંડળ અને જી. ડી.મોદી સંકુલના સેક્રેટરી સુનીલ શાહ,વેસ્ટ ઝોન કોમ્યુનિટી રેડિયોના વાઇસ પ્રેસિડેન્ટ પરેશ પટેલ. ગુજરાત કોમ્યુનિટી રેડિયો અધ્યક્ષ અભિજિત રાઠોર,સન્માનિત બાળ સાહિત્યકાર મહેશ પરમાર ' સ્પર્શ ' અને બાળ સુરક્ષા ગૃહના સદસ્ય કૃણાલ ભટ્ટ, સ્મશાન ઉપર પર્યાવરણ બચાવવા માટે કાર્યરત રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત અરજુંનભાઈ પગડાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અહીં ઉપસ્થિત સર્વેને પાલનપુરની ઓળખ સમાન મિટ્ટી કી ખુશબુ અત્તર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.