થરાદ એસ.ટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ નું આયોજન કરવામાં આવ્યું
થરાદ ડેપોના કર્મચારીઓ સાથે સ્થાનિક આગેવાનો પણ સ્વચ્છતામાં જોડાયા
બસ સ્ટેશન તેમજ બસોમાં સ્વચ્છતા જાળવવાની અપીલ કરવામાં આવી
(બ્યુરો રિપોર્ટ દીપક પઢિયાર બનાસકાંઠા )
સમગ્ર દેશમાં "સ્વચ્છતા હી સેવા" અભિયાનની સફાઈ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે,ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આજથી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ થયું છે.
જે અંતર્ગત વિભાગીય નિયામકશ્રી કે.એસ ચૌધરીના માર્ગદર્શન હેઠળ થરાદ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. થરાદ બસ સ્ટેશનના વિવિધ સ્થળો , બસોમાં , બેઠક વ્યવસ્થાઓના સ્થળે સફાઈ કરવામાં આવી હતી.
સફાઈ અભિયાનમાં સ્થાનિક આગેવાન શ્રીઓ શૈલેષભાઈ પટેલ, હેમજીભાઇ પટેલ, ઓખાભાઈ પટેલ તેમજ થરાદ ડેપો મેનેજર શ્રી કે.પી. ચૌહાણ, એટીઆઇ શ્રી કાશીરામ ભાઈ, શ્રી હજાભાઈ વગેરે દ્વારા શ્રમદાન કરી સફાઈ કરવામાં આવી હતી. તેમજ મુસાફરોને પણ બસ સ્ટેશન, બસો માં સફાઈ જળવાઈ રહે તે માટે જાગૃત થાય એ માટે અપીલ કરવામાં આવી હતી.