પાવીજેતપુર તાલુકાના મોટી રાસલી ગામેથી ઘર આંગણે લોક મારી મુકેલ ૭૦,૦૦૦/- ની બાઇકની થયેલી ચોરી
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પાવીજેતપુર તાલુકાના મોટી રાસલી ગામે મિત્રને ત્યાં ઘર આંગણે સ્ટેરીંગ લોક કરી મુકેલ ૭૦ હજારની બાઈક કોઈક ચોરો લોક તોડી કે ડુપ્લીકેટ ચાવી નો ઉપયોગ કરી બાઈક ચોરી થયાની પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ બોડેલી તાલુકાના પાટીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા તેમજ છોટાઉદેપુરના મૂળ રહીશ એવા જયેશભાઈ ગણપતભાઈ રાઠવા ગત તા.૩૦/૦૯/૨૦૨૩ ના રોજ બજાજ પલ્સર મોટર સાઇકલ નં.જી.જે.-૦૧-યુપી-૩૯૪૯ ને લઇને પાટીયા પ્રાથમિક શાળા તા.બોડેલી જી.છોટાઉદેપુર ખાતે નોકરી ઉપર ગયેલ હતા અને નોકરી થી પરત આવીને બપોરના આસરે બારેક વાગ્યાના સમયે મોટી રાસલી ગામે રહેતા મિત્ર કનુભાઇ કેવલભાઇ રાઠવા નાઓના ઘર આગળ મોટર સાયકલને સ્ટેરીંગ લોક કરીને મુકેલી હતી તે પછી જયેશભાઈ રાઠવા પોતાની કાર લઇને તેઓની પત્ની ચક્ષુબેન સાથે છોટાઉદેપુર જતાં રહ્યા હતા. તે પછી ગઇ તા.૦૩/૧ ૦/૨૦૨૩ ના રોજ જયેશભાઈ ઘરે રાત્રીના સમયે સુતા હતા તે સમયે આસરે ત્રણેક વાગ્યાના અરસામાં કનુભાઇ કેવલભાઇ રાઠવા ( રહે.મોટી રાસલી તા.પાવીજેતપુર ) નાઓનો ફોન આવેલો અને જણાવેલ કે તમો મારા ઘર આગળ તમારી બજાજ પલ્સર મોટર સાઇકલ જ જગ્યાએ મુકેલ હતી તે જગ્યાએ જોવા મળેલ નહી તેમ જણાવતા જયેશભાઈ તથા તેમના બનેવી અલયભાઇ જયંતીભાઇ રાઠવા નાઓ છોટાઉદેપુરથી મોટી રાસલી ગામે કનુભાઇ કેવલ ભાઇ રાઠવા નાઓના ઘરે આવેલા અને ત્યાં આવીને મોટર સાઇકલ જયાં મુકેલ હતી તે જગ્યાએ જોતા મોટર સાઇકલ જોવા મળેલ નહી. જેથી જયેશભાઈ તથા કનુભાઈ તથા તેમના બનેવી મોટર સાઇકલની આજુ બાજુના વિસ્તારમાં તપાસ કરેલી પરંતુ મળી આવેલ નહી જેથી બજાજ પલ્સર મોટર સાઇકલ નં.જી.જે.-૦૧-યુપી-૩૯૪૯ જેની કિ.રૂ. ૭૦,૦૦૦/- ની કોઇ ચોર ઇસમ સ્ટેરીંગ લોક તોડી કે ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરીને લઇ ગયેલ હોય જેની જયેશભાઈ લોકોએ આજુબાજુના ગામડાઓ તેમજ વિસ્તારમાં આજદીન સુધી તપાસ કરેલ પરંતુ મળી આવેલ નહી, બાઈક ની શોધ ખોળ કરવા છતાં ન મળી આવતા અંતે પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામે છે.
શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતા તેમજ મધ્યપ્રદેશના લોકોની નવરાત્રી દરમિયાન અવર-જવર વધતા બાઇકોની ચોરી થતા લોકોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે.