ખેડબ્રહ્મામાં ઓર્થોપેડિક હિસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી 

 ખેડબ્રહ્મા 

ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં આવેલ જય અંબે ઓર્થોપેડિક હોસ્પિટલ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ હતી. 

ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં આવેલ જય અંબે ઓર્થોપેડિક હોસ્પિટલ આવેલ છે આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અન્વયે તાલુકા આરોગ્ય અધિકારી ઘ્વારા હોસ્પિટલની મુલાકાત લેતા હાજર તબીબ લાલસિંહ સી વાઘેલાની પૂછપરછ કરવામાં આવેલ હતી. તે એક ફિઝિયોથેરાપિસ્ટ તબીબ હોવાનું જણાવેલ અને છેલ્લા દોઢેક વર્ષથી દવાખાનું ચલાવતા હોવાનું જણાવેલ અને કોઈ ઓર્થોપેડિક ડોક્ટર કે એમબીબીએસ ડોકટર હાજર મળેલ ન હતા 

ડોક્ટર તમામ દર્દીઓની સારવાર જાતે કરતા હતા અને તેઓના કેસ પેપરમાં પણ જાતે નોંધ કરી એલોપેથી સારવાર કરતા હોવાનું જાણવા મળેલ વધુમાં હોસ્પિટલમાં બાયો મેડિકલ વેસ્ટનો ગાઈડલાઈન મુજબ નિકાલ કરવામાં આવેલ નથી હોસ્પિટલમાં વપરાયેલ સિરીંજ નીડલ ખુલ્લામાં બારી પર મૂકવામાં આવેલ હતા., હોસ્પિટલમાં એક્સપાયરી દવા તથા ઇન્જેક્શન નો જથ્થો મળી આવેલ હતો. 

આ ઉપરાંત આ તબીબ દ્વારા બિનઅધિકૃત રીતે લોકોના જીવન સાથે છેડા કરવામાં આવે છે. ફિઝિયોથેરાપી ફક્ત એક્સરસાઇજ કરાવવા માટે જ હોય છે.પરંતુ આ તબીબ દ્વારા દર્દીઓને એલોપેથીક ઇન્જેક્શન તથા દવા દ્વારા સારવાર કરી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવેલ હોઈ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધવામાં આવી હતી