*સ્વચ્છતા હી સેવા*

*"સ્વચ્છતા ત્યાં પ્રભુતા" ના સૂત્રને સાકાર કરતા બાબસર ગામના ગ્રામજનો*

સ્વચ્છતા હી સેવા નિમિત્તે સફાઈ ઝુબેશ અંતર્ગત સમગ્ર રાજ્ય સહીત જિલ્લામા વિવિધ સ્થળે સફાઈ અભિયાન પૂર જોષમા ચાલી રહ્યું છે. જિલ્લાવાસીઓ દ્વારા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમા સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. સફાઈ ઝુબેશના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના બાબસર ગામે ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ગ્રામજનો દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ હતી.ગામના વિવિધ સ્થળો તેમજ જાહેર રસ્તાઓ ઉપર પડેલો કચરો દૂર કરીને ગામને સ્વચ્છ કરવામાં આવ્યું હતું.