કાલોલ ના જુના સર્વે નં ૩૬ પૈકી ૨ નવા સર્વે નં ૫૪ ની જમીનના માલીક રૂપચંદ ઓડરમલ સેવકાણી રે શહેરા વિરુદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ગુના રજી નંબર ૯૨૬/૨૦૨૩ અન્વયે ગત તા ૦૭/૧૦ ના રોજ કાલોલ પોલીસ દ્વારા અટક કરી કોર્ટ મા રજુ કરતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી જયુ કસ્ટડીમાં મોકલ્યા હતા જે અંતર્ગત અરજદારે હાલોલ સેશન્સ કોર્ટમાં ગત તા ૧૦/૧૦/૨૦૨૩ ના રોજ કાયમી જામીન મેળવવા અરજી દાખલ કરી હતી જે અરજી સંદર્ભે કાલોલ પોલીસ સ્ટેશન ના તપાસ અધિકારી દ્વારા આક ૪ થી કરેલ સોગંધનામુ અને કેસ ની ગંભીરતા ને ધ્યાને રાખીને હાલોલના બીજા એડિશનલ ડીસ્ટ્રીક સેશન્સ જજ એસ જી ગાંઘી ની કોર્ટ મા ગુરુવારે થયેલ કાયદાકીય દલીલો ને ધ્યાને રાખીને સરકારી વકીલ આર જી ત્રિપાઠી ની દલીલો, પોલીસ પેપર અને તપાસ અધિકારી નુ સોગંધનામુ ધ્યાને રાખીને અરજદાર આરોપી એ બોગસ દસ્તાવેજો બનાવી રહેણાંક મકાનો ની મંજુરી મેળવી કોમર્શિયલ મકાનો બનાવી અને તેને રેગ્યુલર કરવા માટે બોગસ દસ્તાવેજો બનાવી સાચા તરીકે ઉપયોગ કરવા નો ગંભીર આરોપ હોઈ કાયમી જામીન અરજી નામંજૂર કરતા સનસનાટી મચી જવા પામી છે. આ કેસમા કાલોલ પોલીસ દ્વારા નિવેદન આપવા માટે કેટલાક ખાનદાન નબીરાઓ ને બોલાવેલા પરંતુ નિવેદન આપવા ને બદલે તેઓ ભૂગર્ભમાં ઊતરી જતા ભારે ચકચાર મચી ગઈ છે ત્યારે કાલોલ પોલીસ દ્વારા તલસ્પર્શી અને ઉંડાણપૂર્વક ની તપાસ થાય તો સાચી હકીકતો પ્રકાશમાં આવે તેવી શકયતા છે.
*વિવાદીત જમીન પર બનેલ બિલ્ડીંગ ની તસ્વીર