બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમે અમીરગઢ પાસેથી એક ટ્રકમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. એલસીબી પોલીસને મળતી બાતમી હકીકતના આધારે હાઈવે ઉપર પોલીસ દ્વારા વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજસ્થાન પાર્સિંગની શંકાસ્પદ ટ્રક આવતા પોલીસે તેને સાઈડમાં કરાવી તપાસ કરતા સામાનની આડમાં દારૂ ભરી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો. જેથી પોલીસે તેને ઝડપી પાડી બે ઈસમોની અટકાયત કરી અમીરગઢ પોલીસ મથકે ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.

બનાસકાંઠા એલ.સી.બી સ્ટાફ અમીરગઢ પોસ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગ દરમીયાન બાતમી હકીકત મેળવી હાઇવે પર નાકા બધી દરમિયાન શંકાસ્પદ ટ્રકને રોકાવી તપાસ કરતા ટ્રકમાંથી 1776 જેટલી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૂ સહીત કુલ 49 લાખ 35 હજારના મુદ્દામાલ સાથે ચાલક દાઉસીંગ ચતરસીંગ રાવત તેમજ તેની બાજુમાં બેઠેલ ભુસૈનદ્રસીંગ ફતેસીહ રાવત બન્ને રહે.કોટ કિરાના પિથાખેડા રાયપુર પાલી રાજસ્થાન વાળાઓને ઝડપી લીધા હતા. તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનાર તમામ વિરૂધ્ધમાં અમીરગઢ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.