ખેડબ્રહ્મામાં સીટી સ્કેન સેન્ટર ને લાગ્યા ખંભાતી તાળા લાગ્યા
ખેડબ્રહ્મા ફોટોગ્રાફ અપલોડ કરેલ છે
ખેડબ્રહ્માના જુની આરાધના સીનીમા બાજુ મા આવેલ કોમ્પ્લેક્સ મા આવેલ અંબિકા સીટી સ્કેન સેન્ટરમા નિયમોનું પાલન ન થતું હોઈ આરોગ્ય વિભાગ ઘ્વારા સેન્ટર સીલ કરવામાં આવ્યું છે
ખેડબ્રહ્મા શહેરમાં ગામ વિસ્તારમાં
અંબિકા સીટી સ્કેન સેન્ટર ચાલી રહ્યું હતું જેમાં ખેડબ્રહ્મા આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ અધિકારી કકુસિંહ ડાભી અને ટિમ ઘ્વારા સીટી સ્કેન સેન્ટરની તપાસ કરતા સેન્ટરમાં સરકાર સાથે થયેલ એમ.ઓ.યુ મુજબ રેડિયોલોસ્ટ તરીકે ડોક્ટર ફાલ્ગુનીબેન પારેખ દ્વારા રિપોર્ટિંગ કરવાનું થતું હોવા છતાં અત્રેના સીટી સ્કેન કરેલા રિપોર્ટ તપાસ કરતા રિપોર્ટ્સમા ડોક્ટર ચિંતન એન્જિનિયર દ્વારા ચેક કરી રિપોર્ટ આપવામાં આવેલ હતા. અને સેન્ટરમાં બે ટેક્નિશિયન સિવાય એડમિનિસ્ટ્રેટર કે અન્ય કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ના હતા હાજર ટેક્નિશિયન પાસે લાયકાત અને અનુભવના સર્ટી માગવામાં આવતા તે રજૂ કરી શકશે ના હતા. જેથી આરોગ્ય વિભાગ ઘ્વારા પી.સી એન્ડ પીએનડિટી એકટ મુજબ અંબિકા સીટી સ્કેન સેન્ટરને સીલ કરવમાં આવ્યું હતું.