હિંમતનગર તાલુકાના કનાઈ ગામના રોડ પર થઈને બુધવારે સવારના સુમારે જઈ રહેલા એક કારના ચાલકે અહીંથી પસાર થતા બાઈકને ટક્કર મારતા બે જણાની ઈજા થયાની ફરીયાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે
કનાઈ ગામના સુરેશભાઈ મંગાભાઈએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા અનુસાર બુધવારે સવારના સુમારે કનાઈ ગામના રોડ પરથી પસાર થઈ રહેલ કાર નં. જીજે.૦૯.બીજી ૮૩૮પના ચાલક આબિદઅલી નુરભાઈ પટેલ(મુસ્લીમ) એ પોતાની કાર બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈક નં. જીજે.૦૯.એક્યુ ર૭૯૯ ને સામેથી ટક્કર મારતા નટવરભાઈ જેઠાભાઈ સોલંકી તથા મુકેશભાઈ ઈશ્વરભાઈને શરીરે ઈજા થઈ હતી. ત્યારબાદ અકસ્માત અંગે સમાધાનમાં સારવારનો ખર્ચ આપવાનું નક્કી થયું હતુ. પરંતુ આબિદઅલીએ સારવારનો ખર્ચ ન આપતા સુરેશભાઈએ કારચાલક વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.