ગુજરાત આમ તો દારૂબંધી ને કારણે ડ્રાય સ્ટેટ ગણાય છે . પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત દારૂ ની સાથે ડ્રગ્સ ચરસ , ગાંજો જેવા નશીલા પદાર્થો ની હેરફેરમાં પણ મોખરે આવી રહ્યુ છે . તેના કેટલાક ઉદાહરણો નીચે મુજબ છે .

૧) અમદાવાદમાં ૧.૫ કરોડનાં ડ્રગ્સ સાથે ૨ ની ધરપકડ 

૨) રાજકોટ માં ૪૦૦ કિલો ગાંજા સાથે આત્મીય કોલેજ ૨ વિધ્યાર્થીઓ ઝડપાયા

૩) વર્ષ ૨૦૧૯ માં ડ્રગ્સ ની હેરફેર મામલે અનેક વિદેશીઓ સહિત ૧૦ થી વધુ લોકો ઝડપાયા 

૪) પોરબંદર નજીકના દરિયામાં ઈરાની શખ્સો સાથે ની એક બોટમાંથી અધધ ૪૨૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું . 

     આજે સમગ્ર ગુજરાત નાં યુવાનો અને ખાસ કરીને કોલેજ ના વિધાર્થીઓ ડ્રગ્સ માફિયા ઓનાં સકંજામાં આવી રહ્યા છે . હાલમાં ગુજરાત માં ડ્રગ્સ ના અનેક સપ્લાયરો ક કાર્યરત છે . જે યુવા પેઢીને ડ્રગ્સ નાં રવાડે ચડાવી યુવાનોના ભવિષ્ય ને અંધકારમાં ધકેલી રહ્યા છે ગુજરાત ની દરેક કોલેજની આસપાસ આ ડ્રગ્સ માફિયા ઓ પોતાનો છૂપો અડ્ડો સ્થાપીને બેસી ગયા છે . હાલ રાજકોટ , અમદાવાદ , સુરત વગેરે મહાનગરોમાં ડ્રગ્સ સપ્લાયરોની આખી ટીમ એક વ્યવસ્થિત નેટવર્ક થકી પોતાના કાળા કામોને અંજામ આપી રહ્યા છે પણ સરકાર અને જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય આ માફિયા ઓ બેફામ બની રહ્યાં છે ....

        

        એક એવી થીયરી પણ છે કે ડ્રગ્સ માફિયા ઓ ડ્રગ્સ નાં કારોબાર થકી મળેલાં પૈસાનો ઉપયોગ આંતકવાદી પ્રવૃત્તિઓ માં કરે છે . આમ આ પ્રવૃત્તિઓ દ્વારા પરોક્ષ રીતે દેશની સુરક્ષા સાથે પણ ચેડાં થઇ રહ્યા છે ત્યારે સરકાર અને તંત્ર ઉંઘતા ઝડપાઇ રહ્યા છે . 

    ભૂતકાળમાં સમગ્ર ભારત દેશમાં પંજાબ માં ડ્રગ્સ નું પ્રમાણ જે રીતે જોવા મળ્યું હતું અને ઉડતા પંજાબ થઇ ગયું હતું . તેવી જ રીતે આવનારા સમયમાં ગુજરાત ની સરકાર આ બાબતને ગંભીરતાથી જો કોઇ નિર્ણય નહીં લેવામાં આવે તો આવનારા સમયમાં ઉડતા ગુજરાત થતા કોઇ રોકી નહીં શકે .

    જેના કારણે ગુજરાત નાં યુવાનોને ડ્રગ્સ નાં નશામાંથી છોડાવવા ગુજરાત NSUI દ્વારા " NO DRUGS MOVEMENT " પણ શરૂ કરવામાં આવી છે . આ મુહિમથી સંપૂર્ણ પણે આવા નશાના પદાર્થો ન વેચાય એના માટે પહેલાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલી રહ્યું છે . તેમ છતાં પણ સરકાર ની આંખ નહી ખુલે તો આગામી દિવસોમાં NSUI દ્વારા સમગ્ર ગુજરાત માં ઉગ્ર આંદોલન કરવામાં આવશે . જેથી આ અગાઉ જ રાજ્ય સરકાર તેમજ રાજ્ય ની પોલીશ દ્વારા પગલાં લેવામાં આવે તેવીઅપીલ કરવામાં આવી..અને દેવભૂમિ દ્વારકા જિલ્લા NSUI દ્વારા જિલ્લા પોલિસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી . આ તકે દેવભૂમિ દ્વારકા જિલ્લાNSUI પ્રમુખ દાના ભાઇ માડમ , યુથ કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ આંબલિયા , ગોવિંદ આંબલિયા , કપિલ ત્રિવેદી રાજેશ ગોજીયા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા