પ્રાંતિજ ખાતે ઈન્ટરનેશનલ મિલેટ વર્ષ અંતર્ગત કૃષિ મેળાનું આયોજન કરાયું 

કૃષિમેળામાં લગભગ ૬૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો* 

 સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા આયોજીત ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ ૨૦૨૩ અંતર્ગત કૃષિ મેળાનું ઉદઘાટન ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે પ્રાંતિજ તાલુકાના ઉમા ધામ ખાતે કરાયું હતું.

   આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યુ હતુ કે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે જાડા ધાન (મિલેટ) પર લાગતા જીએસટીમાં ઘટાડો કરી પાંચ ટકા જીએસટી કરવામાં આવ્યો છે તે માટે આભાર માન્યો હતો. તથા જાડા ધાન્ય (મિલેટ)ના ઉપયોગો તથા રોજિંદા આહારમાં તેના મહત્વ વિશે માહિતી આપી હતી.. 

  આ કૃષિ મેળામાં અંદાજીત ૬૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. જેમાં કૃષિખાતાના અને કૃષિ વિજ્ઞાનિક દ્વારા મિલેટ અનુસંધાને ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના સ્થળે વિવિધ વાનગીના તથા કૃષિ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ કૃષિમેળામાં તાલુકા પ્રમુખશ્રી, તાલુકા/જિલ્લા સદસ્યશ્રી, ખેતીવાડી વિભાગના અધિકારીશ્રી, કર્મચારીશ્રી, કૃષિ વૈજ્ઞાનિકશ્રી તેમજ ખેડૂતમિત્રો હાજર રહ્યા હતા.