શહેરા તાલુકાના નાદરવા ગામમાં રહેતા ઉપેન્દ્રભાઈ રંગીતભાઈ પટેલિયા તેમજ શૈલેષભાઈ ગણપતભાઈ ખાંટ બંને ઇસમો મોટરસાયકલ લઈ સોમવારની રાત્રે વડોદરા થી પરત ફરતા હતા ત્યારે કાલોલના અલીન્દ્રા ચોકડી પાસે ડીલાઈટ હોટલની સામે રાત્રીના દશ કલાકે હાઇવે ઉપર બમ્પ આવતા મોટરસાયકલ ની સ્પીડ વધારે હોવાથી ચાલક ઉપેન્દ્રભાઈ ની હોન્ડા સાઈન મોટરસાયકલ આગળ ચાલતા વાહનની પાછળ અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઉપેન્દ્રભાઈ ને ડાબી બાજુ તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત નિપજયું હતુ જ્યારે મોટરસાયકલ પાછળ બેઠેલા શૈલેષભાઈ ગણપતભાઈ ખાંટને કપાળના ભાગે મોઢાના ભાગે અને શરીરે ઇજાઓ પહોંચી હતી અકસ્માતને પગલે લોક ટોળા ઉમટી પડ્યા હતા અને 108 ને બોલાવી લેતા ઇજાગ્રસ્ત શૈલેષભાઈ ને કાલોલ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે મૃતક ઉપેન્દ્રભાઈ રંગીતભાઈ પટેલિયા ઉ. વ.૨૫ ની લાશને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ મૃતક યુવક પોતાની પાછળ પત્ની અને ત્રણ સંતાનો ને વિલાપ કરતા છોડી ગયા હતા આ અંગેની ફરિયાદ તખતભાઈ રંગીતભાઈ પટેલીયા દ્વારા નોંધાવતા કાલોલ પોલીસ નો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

*હાઈવે ઉપર મુકાતા ગતી રોધક બમ્પ રાત્રી ના સમયે વાહન ચાલકો જોઇ શકતા નથી અને પરિણામે સંખ્યાબંધ અક્સ્માત થાય છે અને લોકો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે હાલોલ શામળાજી ટોલ રોડ નુ નિયમન કરતા સત્તાવાળાઓ બમ્પની માહિતી આપતું દિશા સૂચક બોર્ડ તેમજ બંપ હોવા અંગેની રેડિયમ પટ્ટી લગાવે તો તેથી અકસ્માતો નિવારી શકાય હાલોલ કાલોલ હાઇવે ઉપર મલાવ ચોકડી પાસે બોરુ ટર્નિંગ પાસે પાસે તેમજ નવજીવન હોટલ પાસે મૂકવામાં આવ્યા છે પરંતુ તે અંગેનું કોઈ સાઈન બોર્ડ કે બંપ ઉપર રેડિયમ પટ્ટી લગાવેલી નથી જેથી આ વિસ્તારો અક્સ્માત ઝોન બની ગયા છે*

*અક્સ્માત ની તસ્વીર