જનરલ હોસ્પિટલ ગોધરાના માનસિક રોગ વિભાગ તથા જનરલ નર્સિંગ સ્કૂલ ગોધરાના સંયુકત ઉપક્રમે જવાહર નવોદય વિદ્યાલય,વેજલપુર ખાતે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરાઇ હતી.આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને ડિપ્રેશન અને આત્મહત્યા નિવારણ અંગે નાટક તથા માનસિક રોગના પ્રકારો વિશે ચાર્ટ દ્વારા વિસ્તૃત માહિતી અપાઈ હતી.
આ કાર્યક્રમમાં માનસિક રોગના નિષ્ણાંત ડૉ.પિનલ ગાંધી અને ર્ડા.નરેશ નિનામાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં વિજય ભરવાડ તથા ભાગ્યશ્રી ચૌહાણ દ્વારા માનસિક બીમારીના જોખમી પરીબળો, તેની સારવાર અને તેને અટકાવવા માટેના પગલા તથા માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં જવાહર નવોદય વિદ્યાલયના અંદાજે ૩૫૦ વિધાર્થીઓ તથા ફેકલ્ટી મેમ્બર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.