ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત અને પંચમહાલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના માર્ગદર્શન હેઠળ બીઆરસી હાલોલ અને વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે વિઠ્ઠલપુરા શાળાના પ્રાંગણમાં આજરોજ સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયને આવરી લેતો તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૪ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મેળાનો ભવ્ય શુભારંભ શ્રી રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી રામ શરણદાસ મહારાજ, હાલોલ પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ, સહિત હાલોલ મામલતદાર બી એમ.જોષી અને તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયું હતું જેમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મેળામાં તાલુકા કક્ષાની કુલ 90 પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો જેમાં પ્રાથમિક શાળાઓના નાના-નાના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન અને પોતાની કોઠાસુજથી તૈયાર કરેલી અદભુત અને સુંદર કહી શકાય તેવી વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રદર્શિત કરતી વિવિધ કૃતિઓ પ્રદર્શનમાં મુકાઈ હતી જેમાં શ્રેષ્ઠ ત્રણ કૃતિઓને બપોર બાદ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત મહાનુભવોના વરદ હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરાયું હતું જેમાંથી પ્રથમ શ્રેણીની કૃતિ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં હિસ્સો લેશે તેવી માહિતી મળવા પામી છે જ્યારે વિઠ્ઠલપુરા ખાતે યોજાયેલા આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૪ ના કાર્યક્રમનું ભવ્ય આરંભ કરવાની સાથોસાથ ભવ્ય સમાપનનું પણ આયોજન કરવામાં આવતા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમારના વરદ્ હસ્તે ભવ્ય ભાતી સમાપન કરાયું હતું આ પ્રસંગે હાલોલ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ કનુભાઈ રાઠોડ,તાલુકા ભાજપા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર પંચમહાલ જિલ્લા ભાજપા મંત્રી અરવિંદસિંહ પરમાર તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિતલભાઇ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટી સંગઠનના અનેક હોદ્દેદારો તેમજ કાર્યકરો અને મોટી સંખ્યામાં શૈક્ષણિક જગત સાથે જોડાયેલા લોકો તેમજ આચાર્ય શિક્ષકો સહિતના લોકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી જેમાં વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં ભવ્ય ભાતી યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૪ ના કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન શાળાના આચાર્ય વિરેનભાઈ ,જોષીના માર્ગદર્શન હેઠળ સમસ્ત શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.