*હિંમતનગર ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ” અંતર્ગત તાલીમ યોજાઇ*

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

તાલીમમાં ૫૩ જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

સાબરકાંઠા જિલ્લામાં નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કોમ્યુનીટી કેનીંગ એન્ડ કિચન ગાર્ડનીંગ યોજના અંતર્ગત “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ” અંગે તાલીમ મહાકાલી મંદિર, મહાવીરનગર હિંમતનગર ખાતે યોજાઇ હતી. 

આ તાલીમમાં મદદનીશ બાગાયત નિયામક જે. એમ. પટેલે વર્તમાન યુગમાં અર્બન હોર્ટીકલ્ચરની જરૂરીયાતની મહત્વતા સમજાવી વિગતે માહિતી આપી હતી. “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ”ના પ્રેઝન્ટેશન સાથે તાલિમાર્થીઓ પોતાના ઘરે શાકભાજી ઉગાડી શકે એ માટે કિચન ગાર્ડનની માહીતી આપવામાં આવી હતી. 

બાગાયત અધિકારી એસ. કે. ચૌધરી દ્રારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી. હતી. આ તાલીમમાં લાભાર્થીઓને પ્લાસ્ટીકના કુંડા, પ્લાસ્ટીકની બેગ તથા શાકભાજીના ધરૂનુ તેમજ સર્ટીફીકેટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.