વડાલી તાલુકા કક્ષાનો કેશ ક્રેડીટ ધિરાણ કેમ્પ યોજાયો

   

    સાબરકાંઠાના વડાલી તાલુકા પંચાયતના નવ નિયુક્ત તાલુકા પંચાયતના પ્રમુખ સુશ્રી ચેતનાબેન પરમારની અધ્યક્ષતામાં વડાલી તાલુકા કક્ષાનો કેશ ક્રેડીટ ધિરાણ કેમ્પ યોજાયો.

    આ કેમ્પમાં ૮૦ થી વધુ સખીમંડળની બહેનો હાજર રહી હતી. આ કેમ્પમાં ૨૮ સ્વસહાય જુથોને રૂ.૫૭ લાખનું ધિરાણ અપાયું હતું. આ ઉપરાંત તાલુકા કક્ષાએ શ્રેષ્ટ કામગીરી કરેલ બેંક મેનેજર બેંક સખી નું સન્માન કરાયું હતું. અત્યાર સુધીમાં વડાલી તાલુકામાં ૨૨૬ જૂથોને રૂ.૩૭૯.૯૦ લાખનું ધિરાણ અપાયું છે.

       આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી બી. જી રાજપુત, મિન્નતબેન મન્સુરી ડી.એલ.એમશ્રી, એટીડીઓ કૈલાસબેન રાજગોર, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરશ્રી સુનિલ પટેલ, એપીએમશ્રી અને લાભાર્થી મહિલાઓ ઉપસ્થિતિ રહી હતી.