કાલોલ તાલુકાના બાકરોલ નજીક આવેલ સમડિયાની મુવાડી ગામે રહેતા અશોકસિંહ ભીમસિંહ ગોહિલ નો નવયુવાન પુત્ર બલરાજસિંહ ગોહિલ ની લાશ કાકણપુર પોલીસ સ્ટેશન ની હદ માં આવેલ નર્મદા કેનાલ પાસે થી મળી આવેલ જે બાબતે પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ શરૂ કરી હતી ત્યારબાદ મૃતક બલરાજસિંહ ના મોતનું સાચું કારણ તા ૦૭/૧૦/૨૩ ના રોજ બહાર આવતા પ્રાથમિક કારણ ગળું દબાવાને કારણે ગૂંગળામણ ને કારણે મોત થયું હોવાનું પ્રસ્થાપિત થતા કાકણપુર પોલીસ સ્ટેશન ના પીઆઈ એ બી ચૌધરી તેમજ કાલોલ પોલીસ દ્વારા સઘન તપાસ કરતા પીએસઆઇ જે ડી તરાલે શકમંદ માણસોને કાલોલ પોલીસમાં લાવીને પૂછપરછ કરતા તેઓ ભાંગી પડેલ અને ગુનાની કબૂલાત કરતા વણ ઉકલ્યા ગુનાને ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલ કરી દિપકસિંહ ઉર્ફે ભૂરો છત્રસિંહ ગોહિલ તેમજ સંજય કુમાર ઊર્ફે ચમો લક્ષ્મણસિંહ ગોહિલ બંને રહેવાસી સમળીયાની મુવાડી બાકરોલ તાલુકો કાલોલ ની અટકાયત કરી પૂછપરછ કરતા જાણવા મળેલ કે મૃતક બલરાજસિંહ ને મુખ્ય આરોપીની પત્ની સાથે આડા સંબંધો નો શક વહેમ હોય મૃતકને મારી નાખવાના ઇરાદે બાઈક ઉપર બેસાડી કેનાલ ઉપર લઈ જઈ ગળુ દબાવી હત્યા કરી પુરાવાનો નાશ કરવાના ઇરાદે તેની લાશને નર્મદા કેનાલના વહેતા પાણીમાં નાખી દીધી હોવાની કબુલાત કરતા પોલીસે બંને ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.