ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે નવા નિમાયેલ તાલુકા પંચાયત પ્રમુખ અને હોદેદારો નો સન્માન સમારોહ યોજાયો

ખાંભા તાલુકા જુના માલકનેશ ગામે. ખાંભા પંચાયતના નવા નિમાયેલ ભાજપ તરફી પેનલના પ્રમુખ શ્રી ભીખાલાલ સરવૈયા, ઉપપ્રમુખશ્રી હમીરભાઈ ખાટરીયા, કારોબારી ચેરમેન શ્રી મુકેશભાઈ માંગરોળીયા સહિત આગેવાનો દ્વારા પ્રથમ વખત જુના માલકનેશ ગામની મુલાકાત લેતા સરપંચશ્રી મથુરભાઈ ઉપસરપંચ અને તમામ સદસ્યો તથા ગ્રામજનો દ્વારા ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે તમામ હોદ્દેદારો નું વિવિધ સમાજના આગેવાનો દ્વારા સન્માન સાથે આવકાર્યા હતા. વધુમાં પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં ખાંભા તાલુકાના વિકાસ યાત્રા અવિરત ચાલુ રહે તેમાં તમામ સમાજના લોકો સાથ અને સહકાર આપે અને નાનામાં નાનો માણસ અમારી મુલાકાત લઈ શકે તે માટે અમારી ઓફિસ કાયમ ખુલી રહેશે.અમારા લાયક કોઈ પણ કામકાજ હોઈ અમારાથી થતી સેવા અમારી પૂરી ટીમ તત્પર રહીશું તેવું પ્રમુખ શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.આ તકે મથુરભાઈ પરમાર,જગુભાઈ વરૂ, અનકભાઈ કોટિલા, અરવિંદભાઈ શિયાળ વિરજીભાઈ સોંદરવા, દેવશીભાઇ વાઢેર, રૂખડભાઈ સોલંકી, વગેરે ગામજનો ભાઈઓ તેમજ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.