અમદાવાદ સેન્ટ્રલ જેલમાં રેપ વીથ મર્ડરના ગુનામાં સજા કાપી રહેલો કેદી પેરોલ પર છુટી ફરાર થઈ જતા બનાસકાંઠા પેરોલ ફર્લો સ્કવોડે ઇકબાલગઢથી આરોપીને ઝડપી પાલનપુર જિલ્લા જેલને હવાલે કર્યો હતો.

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં રેપ વીથ મર્ડરના ગુનામાં આજીવન સજા કાપતો કેદી પેરોલ પર છુટ્યા બાદ બે વર્ષથી ફરાર હતો. જેને બનાસકાંઠા પેરોલ સ્કવોડે ઈકાબલગઢથી ઝડપી પાડ્યો હતો. બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા ને લઈ જે.જી.સોલંકી, પોલીસ સબ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર નાઓ પોલીસ સ્ટાફના સાથે નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા.

તે દરમિયાન બાતમી હકીકત આધારે અમદાવાદ સેન્ટ્રલ જેલના પાકા કામના કેદી આરોપી ગંભીરજી ઈશ્વરજી ઠાકોર રહે.પાણોદરા દાંતાવાળાને ઇકબાલગઢથી ઝડપી પાડી આગળની કાર્યવાહીને લઈ પાલનપુર જીલ્લા જેલ ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.