કાલોલ તાલુકાના નાનકડા ગામની મહીલાના લગ્ન ૨૦૧૦ મા સમાજના રીતી રીવાજ મુજબ કાલોલ નજીક આવેલ એક ગામના યુવાન સાથે થયા હતા લગ્ન બાદ પતી અને સાસુ સાથે તેઓ રહેતા હતા ત્યારે પતી દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવામા આવતો હતો પરણિતા ના કાકા સસરા અને સાસુ તથા પતી એ તેણી નો ત્યાગ કરતા તેણીએ કાલોલ કોર્ટ મા ભરણપોષણ નો કેસ પણ દાખલ કરેલ છે તે દરમ્યાન સાસુ અને કાકા સસરા એ પતી સાથે મળીને ગેરકાયદેસર રીતે યુવાન ના બીજા લગ્ન કાલોલ તાલુકાના એક ગામની છૂટાછેડા લીધેલ યુવતી સાથે આજથી ત્રણેક મહિના પહેલા સામાજીક રિતી રીવાજ મુજબ કરાવી લીધા હતા અને પ્રથમ પત્ની ની હયાતી દરમિયાન બીજા લગ્ન કરી વ્યભિચારી જીવન ગુજારી રહ્યા હોય ફરીયાદી યુવતી એ અન્ય યુવતી ના ગામે તપાસ કરવા જતા તેણીની ઉપર હુમલો કરી ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે પતિ, સાસુ, કાકા સસરા અને બીજા લગ્ન કરનાર યુવતી અને તેના માતા પિતા એમ કુલ મળીને છ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ ડી આર રાઠોડે સંભળી છે.