(રાહુલ પ્રજાપતિ) વિજાપુર તાલુકાના ગણેશપુરા, દેવપુરા ગામના એક શખ્સ અને હિંમતનગરની ફાયનાન્સ પેઢીમાં નોકરી કરતા હોવાથી તેમણે ૬ વર્ષ અગાઉ અંદાજે રૂા. ૧ લાખની લોન લીધી હતી. અને તેના બદલામાં જરૂરી દસ્તાવેજો અને બેંકના ચેક આપ્યા હતા. ત્યારબાદ ફાયનાન્સ પેઢીમાં લોન પેટે અપાયેલા ચેક બેંકમાં ભર્યા હતા. પરંતુ અપૂરતા બેલેન્સ લઈને રીર્ટન થવા પામ્યા હતા. તેથી ફાયનાન્સ પેઢી ધ્વારા થોડાક વર્ષો અગાઉ હિંમતનગરની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ દાખલ કર્યો હતો. જે અંગેનો ચૂકાદો તાજેતરમાં આવી જતાં ન્યાયાધીશે ગણેશપુરાના રહીશને છ માસની કેદ અને રૂા. ૧ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હૂકમ કર્યો હતો.
આ અંગે વર્ષ ર૦૧૭ માં હિંમતનગર સ્થિત સ્વસ્તિક લીઝ ફાયનાન્સના વહીવટકર્તા બલભદ્રસિંહ જગદેવસિંહજી ડાભીએ ધીરધાર કરવાનું લાયસન્સ વર્ષ ર૦૧પ માં મહેસાણાથી મેળવી હિંમતનગરમાં ફાયનાન્સ પેઢી શરૂ કરી હતી. જ્યાં તત્કાલીન સમયે પેઢીમાં  ગણેશપુરાના ગીરવરસિંહ હાલુસિંહ રાઠોડે નોકરી કરતા જેથી ફાયનાન્સ પેઢીના વહીવટકર્તાઓ સાથે સારો સબંધ હતો. દરમ્યાન તેમણે પૈસાની જરૂર હોવાથી વર્ષ ર૦૧૭ માં રૂા. ૧ લાખની લોન લીધી હતી. જોકે તેના માટે દેના ગુજરાત ગ્રામીણ બેંક વિજાપુર શાખાનો ચેક અને દસ્તાવેજો રજૂ કર્યા હતા. 
લોન લીધા બાદ ગીરવરસિંહએ સમયસર હપ્તા ચૂકવ્યા ન હતા. અને ચેક આપ્યા હોવા છતાં બેંકના ખાતામાં પૂરતુ બેલેન્સ રાખતા ન હતા. જે અંંગે ફાયનાન્સ પેઢી ધ્વારા તાકીદ કરાઈ હોવા છતાં તેઓ બેકાળજી રાખતા હતા જેથી કંટાળીને ગીરવરસિંહ વિરૂધ્ધ હિંમતનગરની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ દાખલ કરાયો હતો. જે અંગેની સુનાવણી થતાં તાજેતરમાં હિંમતનગરના કોર્ટના ન્યાયાધીશ સુનિલ ચૌધરીએ વકીલ એમ.પી.રામી ધ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજ અને દલીલોને આધારે ગીરવરસિંહને કસુરવાર ઠેરવી છ માસની કેદની સજાનો હૂકમ કર્યો હતો. ઉપરાંત વળતર પેટે રૂા. ૧ લાખ ચૂકવી આપવા પણ હૂકમમાં જણાવાયું હતુ